તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કર સમાધાન યોજનાને પ્રતિસાદ હવે છેલ્લી તા. 25 જાન્યુઆરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્ય સરકારે તા. 6 ડિસેમ્બરના રોજ જાહેર કરેલી કર સમાધાન યોજનામાં તા. 10મી જાન્યુઆરી સુધીમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી 300 કરોડની રકમના માંડવાળ માટે 4200 અરજીઓ રજૂ કરવામાં આવી છે. વિવિધ વેપારી અને કર સંગઠનોએ કર સમાધાન યોજનાની મુદ્દત તા. 31મી માર્ચ સુધી લંબાવવા રજૂઆત કરી હતી. જેને પગલે રાજ્ય સરકારે ટેક્સ એમ્નેસ્ટી સ્કીમની મુદ્દત તા.25મી જાન્યુઆરી 2020 સુધી લંબાવી છે. વેપારીઓ પાછલા વર્ષની બાકી વસૂલાતના કેસમાં હવે 25મી સુધી ટેક્સ એમ્નેસ્ટી સ્કીમ હેઠળ અરજી જમા કરાવી શકશે. તા. 1 જુલાઈ 2017એ જીએસટી અમલમાં મુકવામાં આવ્યો છે. તે વખતે અગાઉના કર કાયદા વેટ, સેલ્સટેક્સ તથા રાજ્ય સરકાર હસ્તગતના અન્ય કર કાયદાઓ હેઠળ કરોડો રૂપિયાની બાકી વસૂલાતના હજારો કેસ પેન્ડિંગ હતા. આકારણી, અપીલ સ્તરે પેન્ડિંગ આ કેસમાં કરદાતા અને વિભાગ બંને પક્ષે લાંબા સમયથી કાયદાકીય તકરાર ચાલી રહી છે. જેના કાયમી નિવારણ માટે રાજ્ય સરકારે તા .11મી સપ્ટેમ્બર 2019ના રોજ ટેક્સ એમ્નેસ્ટી સ્કીમ જાહેર કરી છે, પરંતુ તેને પૂરતો પ્રતિસાદ નહીં મળતાં તેમાં ફેરફાર સાથે તા. 6 ડિસેમ્બર 2019ના રોજ ફરી એકવાર ટેક્સ એમ્નેસ્ટી સ્કીમ 2019-20 જાહેર કરાઈ છે. જે હેઠળ તા. 10 જાન્યુઆરી 2020 સુધીમાં અરજી કરવાની હતી.સમગ્ર રાજ્યમાં અંદાજે 2800 કરોડની માંડવાળ માટે 24,000 અરજી જીએસટી ડિપાર્ટમેન્ટમાં રજૂ કરવામાં આવી છે.આ સ્કીમ હેઠળ અનેક લાભ જેવા કે, ફક્ત વ્યાજ અને દંડના 20 ટકા ભરી બાકી રકમ માફી, આકારણી પછી જે રકમ ભરી હોય તે સ્વીકારી મુદ્દલ વત્તા વ્યાજ માફી, અપીલ સ્તરે કેસ પેન્ડિંગ હોય ઓર્ડર પછી રકમ ભરી હોય તે સ્વીકારી લઈ કેસમાં સમાધાન કરી લેવા જેવા અનેક લાભો જાહેર કરાયા છે. દક્ષિણ ગુજરાતમાં 300 કરોડની બાકી ટેક્સના કેસમાં સમાધાન માટે 4200 અરજી આવી છે. દરમિયાન મુદ્દત લંબાવવાની માંગને ધ્યાને લઈ મુદ્દત તા.25 જાન્યુઆરી સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો