તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન કરનારા યુવાઓનું સન્માન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વામી વિવેકાનંદજીની 156મી જન્મજયંતી નિમિત્તે ભારત વિકાસ પરિષદ અને ભગવાન મહાવીર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય યુવા દિવસનું આયોજન ભગવાન મહાવીર કોલેજમાં કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મુખ્ય અતિથી પોલીસ કમિશનર સતીશ શર્મા, ઇતિહાસકાર આનંદ વર્ધન, પ્રેમ શારદા, અનિલ જૈન, સંજય જૈન, સંજય પંજાબી, રણજીત ચૌધરી, સીએ મહેશ ચાંડક અને લલિતા ચૌધરી વગેરે લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. પોલીસ કમિશનર સતીશ શર્માએ સ્વામી વિવેકાનંદના જીવન ઉદાહરણ યુવા વર્ગ સામે મૂક્યા હતા. સાથે જ આનંદ વર્ધન એ સમર્થ ભારત શ્રેષ્ઠ ભારત વિષય પર આજની યુવા પેઢીને માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત સુરતના યુવાઓ જેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર જુદા-જુદાં ક્ષેત્રોમાં પ્રશંસાપાત્ર પ્રદર્શન કર્યું છે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આજની યુવા પેઢીની શકિતને હકારાત્મક દિશા આપવાનો હતો.

યુવા પેઢીનું સન્માન કરાયું

અન્ય સમાચારો પણ છે...