તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોસાયટીના રહીશોએ પોલીસ સાથે પહેરો કરી ચીકલીગર ગેંગનો એક રીઢો ચોર પકડયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સચીન કનકપુર-કનસાડ નગર પાલિકાની સાંઇનાથ સોસાયટીમાં છેલ્લા અઢી મહિનાથી તસ્કરો આતંક વધ્યો હતો. જેના કારણે સોસાયટીના રહીશોએ પોલીસ સાથે રાત્રીના સમયે પહેરો કરવાની નોબત આવી હતી.તસ્કરો કારમાં ચોરી કરવા આવતા હોવાનું સીસીટીવીમાં કેદ થયું હતું. છતાં ચોર ટોળકી હાથમાં આવતી ન હતી. સોમવારે 5.30 વાગ્યે ઈકો લઈને આ ગેંગ આવી ત્યાર પછી રહીશોએ સચીન પોલીસમાં જાણ કરતા આવી પહોંચી વોચમાં ગોઠવાયા હતા. બુધવારે મળસ્કે 3 ચોર ઈકો લઈને ચોરી કરવા આવતા પોલીસે રહીશોની મદદથી એક ચોરને પકડયો હતો. અન્ય 2 ચોર કાર મુકી ભાગ્યા હતા. પકડાયેલા ચોરનું નામ જ્ઞાનસીંગ ચીકલીગર છે. સચીન પોલીસે એક ઈકો કાર ઉપરાંત અન્ય બે કાર કબજે કરી હતી. રીઢોચોર જ્ઞાનસીંગ અગાઉ પાંડેસરા અને સચીનમાં ચોરીમાં પકડાયો હતો. છ મહિના પહેલા તે જેલમાંથી છુટયો હતો. જયારે અન્ય બે રીઢાચોરોમાં સત્તાસીંગ અને કનેસીંગ ઉર્ફે કાનેસીંગ ભાગી ગયા હતા. ચીકલીગર ગેંગએ ઈકો તલંગપુરમાંથી અને બે ફ્રન્ટી સચીનમાંથી ચોરી હતી. ચીકલીગર ગેંગ મળસ્કેના સમયે હથિયારો લઈ સોસાયટીમાં આવે અને જે ઘર બંધ હોય તેવા ઘરની સામે કાર પાર્ક કરી દરવાજાનો નકુચો અને લોંખડની ગ્રીલ તોડી ચોરી કરે છે. છેલ્લા અઢી મહિનામાં સાંઇનાથ સોસાયટીમાં 9 થી 10 ઘરોમાં તાળાં તૂટયા હતા. જો કે સોસાયટીના રહીશોએ ચોરીની પોલીસ ફરિયાદ કરી ન હતી.

સચીનમાં તસ્કરોએ આતંક મચાવ્યો હતો

અન્ય સમાચારો પણ છે...