તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

500 ડિગ્રીના તાપમાને પણ બચાવ કામગીરી કરી શકાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|સુરત

શહેરમાં એક પછી એક આગની બની રહેલી મોટી ઘટનાઓના પગલે સુરત મહાનગર પાલિકા ફાયર વિભાગને હાઇટેક કરવા જઇ રહી છે. મહાનગર પાલિકાએ ફાયર બ્રિગેડના જવાનો માટે અતિ આધુનિક ફાયર ફાઈટીંગ શુટ ખરીદવાનું આયોજન કર્યું છે. હાલમાં ફાયર વિભાગ પાસે માત્ર 20 જ ફાયર ફાઈટીંગ શુટ છે.

હવે મહાનગર પાલિકા વધુ 75 નવા ફાયર ફાઈટીંગ શુટ ખરીદવા જઇ રહી છે. 75 ફાયર ફાઈટીંગ શુટ ખરીદવા માટે પાલિકાએ ઓફર મંગાવી હતી. જેમાં એક ફાયર ફાઈટીંગ શુટ માટે 78 હજારની ઓફર આવી છે. આમ 75 શુટ ખરીદવા પાછળ રૂપિયા 58.50 લાખના ખર્ચનો અંદાજ છે. આ ફાયર ફાઈટીંગ શુટની ખાસિયત એ છે કે 500 ડિગ્રી તાપમાનમાં પણ આ શુટ પહેરીને બચાવ કામગીરી કરી શકાશે. બુટ, હેલમેટ, ટ્રાઉઝર સહિતનું ફુલ બોડી શુટ હશે. જે ભીષણ આગની ઘટનાઓમાં આગ કાબૂ કરવા માટે ફાયરના જવાનોને મદદરૂપ થઇ શકશે. મુંબઇ ફાયર બ્રિગેડ આ પ્રકારના જ ફાયર ફાઈટીંગ શુટનો ઉપયોગ કરી રહી છે. હવે સુરત મહાનગર પાલિકા તેનો ઉપયોગ કરશે. આવતીકાલે ટેન્ડર સ્કુટિ કમિટિની મળનાર બેઠકમાં આ કામ અંગે નિર્ણય લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો