તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કતારગામમાં 20 વર્ષ જૂનું હરેકૃષ્ણ સર્કલ રિનોવેટ કરીને નાનંુ બનાવાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વરાછા-કતારગામમાં હજુ પણ અનેક મોટા ટ્રાફિક સર્કલ જે ટ્રાફિકને અડચણરૂપ થઈ શકે તેવા જોવા મળી રહ્યા છે. ત્યારે કતારગામ વિસ્તારમાં આવેલ હરેકૃષ્ણ સર્કલ રીનોવેશન કરી અને તેને નવું બનાવવામાં આવ્યું છે. મોડે મોડે પણ તંત્ર જાગ્યું ખરા, ટ્રાફિક સર્કલ નાના બનાવી અને ટ્રાફિકને અડચણરૂપ હતા. તેવા સર્કલને નાના બનાવવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. કતારગામ બાપા સીતારામ ચોક અને રાશિ સર્કલ આ બંનેની વચ્ચે આવેલું હરેકૃષ્ણ સર્કલ ખૂબ મોટું હતું અને એ વિસ્તાર ટ્રાફિક પોઇન્ટવાળો હોવાથી ત્યાં અસંખ્ય વાહનચાલકો અને લોકોની દિવસ દરમિયાન આવન-જાવન રહેતી હોવાના કારણે વારંવાર ચારેબાજુથી ત્યાં ટ્રાફિક જામના દ્દશ્યો જોવા મળતા હતા. વર્ષો પહેલા વરાછા રોડ પર હીરાબાગ સર્કલ પણ એટલું મોટું હતું કે તેને ધીમે-ધીમે નાનુંં કરવું પડ્યું અને અત્યારે હીરાબાગ સર્કલ એ માત્ર નામ જ રહ્યું છે ત્યાં કોઈપણ સર્કલ ઉપલબ્ધ નથી તેવી રીતે સરસ્વતી સર્કલ અશ્વનિકુમાર પણ હાલમાં ખૂબ જ મોટું છે. ટ્રાફિકને અનુકૂળ આવે ટ્રાફિકને સરળતા માટે બનાવવામાં આવતા સર્કલ ક્યારેક-ક્યારેક ટ્રાફિક માટે અડચણરૂપ બની જતા હોય છે. જ્યારે બનાવવામાં આવે ત્યારે પહેલા તેના પર ધ્યાન દેવામાં આવતું હોતું નથી અને પછી પાછળથી તે પાલિકાને ફરી નાના કરવાનો સમય આવતો હોય છે. જોકે, જે તે સમયે સર્કલનું નિર્માણ થયું હોય ત્યારે કદાચ ટ્રાફિકનું ભારણ ઓછું હોય અને પછી ટ્રાફિકનું ભારણ વધવા લાગ્યું હોય તેના કારણે પણ નાનુંં બનાવવાની જરૂર ઉભી થઈ હોય. પરંતુ એક તરફ તંત્ર એવો દાવો પણ કરત હોય છે કે કોઈપણ પ્રોજેક્ટ હાથમાં લેતા પહેલા 20 વર્ષ પછી તે સ્થળે શુ સ્થિતિ હશે. તેને કેન્દ્રમાં રાખીને પ્રોજેક્ટને આગળ વધારતા હોઈએ છીએ. તો પછી વીસ વર્ષ પહેલા ટ્રાફિક સર્કલો બન્યા ત્યારે શું તેનો અભ્યાસ નહીં
કર્યો હોય?

ટ્રાફિક સમસ્યા નિવારવા અસરકારક કામગીરી

સર્કલો નાના કરવા અગાઉ તજજ્ઞો દ્વારા સરવે કરાયો હતો

કેટલાક ટ્રાફિક સર્કલઓનું રીનોવેશન કરવાનું હોય અને રીનોવેશન કરતા પહેલા એસવીએનઆઈટીના તજજ્ઞોની ટીમ દ્વારા સમગ્ર શહેરમાં સર્વે કરવામાં આવ્યો હતો. તેમાંથી કેટલાક સર્કલો પર ટ્રાફિકનું ભારણ વધી ગયું હોવાના કારણે તે સર્કલો રીનોવેશન કરતી વખતે નાના બનાવાયા છે. તેમાં કતારગામનું સર્કલ પણ નાનુંં બનાવાયું છે. > રમેશભાઈ ઉકાણી, કોર્પોરેટર

_photocaption_કતારગામનું બનાવેલુ મસમોટુ હરેકૃષ્ણ સર્કલ લગભગ 40 ટકા જેટલુ નાનું કરી દેવાયંુ છે.*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો