તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશુદ્ધ ચક્રથી થાયરોઈડ અને નીલા રંગની બીમારી દૂર થાય

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિટી રિપોર્ટર citybhaskarsurat@gmail.com

‘ચક્ર એ આપણા શરીરના ઊર્જા કેન્દ્ર છે, જે શરીરમાં પ્રવેશતી અને નિષ્કાસિત થતી ઉર્જાને નિયંત્રિત કરે છે. જીવનમાં બગડતું શારીરિક કે માનસિક સ્વાસ્થ્ય, સંબંધોમાં કડવાશ, આર્થિક તકલીફ, થાક, માનસિક તણાવ, ડર, નિષ્ફળતા જેવી નકારાત્મકતા - ચક્રોની નિષ્ક્રિયતા, અસંતુલન અને બ્લોકના કારણે થતી હોય છે. ચક્ર ઉત્તેજન આપણા ભારતનું પ્રાચીન જ્ઞાન છે, જેના દ્વારા આપણે આપણા ચક્રને સક્રિય અને સંતુલિત કરી ખુદનું જીવન સ્વસ્થ અને સુખી બનાવી શકીએ. સુરત સાયન્સ સેન્ટર ખાતે ચક્ર ઉત્તેજના ‘દર્દ સે ખુશિયોં કી ઓર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ વાત માસ્ટર ટી.ડી.એ કરી હતી.

ચક્ર ઉત્તેજના એક અસરકારક પ્રક્રિયા છે, જેથી આપ સ્વસ્થ, સુ:ખદ અને આનંદમય જીવન માણી શકો. ઘણા પ્રતિભાગીઓ જીવનની વારંવાર ઉદ્ભવતી સમસ્યા જેમ કે માથાનો દુ:ખાવો, સાંધામાં દુ:ખાવો, એસિડિટી, ચીડચડાપણું, ડિપ્રેશન, પીઠનો દુ:ખાવો અને આર્થિક સમસ્યાઓથી પણ રાહત મેળવે છે.

મુલાધાર ચક્ર-‘લ’થી નિર્ભયતા આવે
કુંડલીનું પ્રથમ ચરણ મૂલાઘાર એટલે પૃથ્વીને ચદ્રથી જોડી મૂકશે. આ ચક્રનો રંગ લાલ છે, મુલાધાર ચક્રમાં ‘લં’ રાગના ઉચ્ચારણથી વ્યક્તિ જાગૃકતા અંદર વીરતા, નિર્ભયતા, અને આનંદનો ભાવ જાગૃત થાય છે. કોઈ પણ સિદ્ધિ હાસંલ કરવા આ ચક્ર જાગૃત થવો જરૂરી છે.

સ્વાધિષ્ઢાન ચક્ર-‘વ’થી આળશ- અવિશ્વાસ ભાગે
જીવનમાં મનોરંજન હોવું જરૂરી છે પણ મનોરંજનની આદત નહીં કેમ કે એ સાચું હોતુ નથી. જેનું આ ચક્ર કમજોર હોય તેઓ ફ્કત આયોજન કરે છે પણ તે પૂરું કરી શકતા નથી. ‘વં’ શબ્દના ઉચ્ચારણથી આપણા અંદરમાં રહેલ ક્રુરતા, ગર્વ, આળશ, અવિશ્વાસ વગેરેનો નાશ કરે છે. આ ચક્રનું સ્થાન કરોડરજ્જુની નીચે હોય છે.

મળીપુર ચક્ર- ‘ર’થી ઈર્ષ્યા અને લજ્જા દૂર થાય
આ રાગના ઉચ્ચારણથી નાભિથી જુડાયેલ તમામ રોગો પર કાબુ મેળવી શકાય છે. આ ચક્રથી તૃષ્ણા, ઈર્ષ્યા, લજ્જા, ભય, મોહજેવી નકારાત્મકતા દુર થાય છે.

અનાહત ચક્ર- ‘ય’થી પ્રેમ જાગૃત થાય અને વ્યક્તિ સંતુલિત બને છે
હૃદય પર સંયમ કરવાથી અને ધ્યાન કરવાથી આ ચક્ર જાગૃત થઈ જાય છે. આ રાગનું ઉચ્ચારણ કરવાથી વ્યક્તિ સુરક્ષિત, જવાબદાર, ભાવાત્મક રીતે સતુંલિત વ્યક્તિત્વ બની જાય છે. તે સ્વાર્થ વગરનું માનવ પ્રિય તેમજ સર્વપ્રિય બની જાય છે.

વિશુદ્ધ ચક્ર- ‘હ’ થી થાયરોઇડ મટે
કંઠમાં રહેલી થાયરોઈડ જેવી તમામ બીમારીઓનો નાશ થાય છે, જેનો રંગ નીલો છે. સંયમ અને ધ્યાન લગાવવાથી આ ચક્ર જાૃગત થાય છે. આ ચક્રના ઉચ્ચારણથી શુદ્ધિકરણ આવશે. ભૂખ-પ્યાસ તેમજ મૌસમના પ્રભાવને પણ રોકી શકાય છે.

આજ્ઞાચક્ર- ‘ઓમ’થી ઉર્જા મળે છે
બન્ને આંખોની વચ્ચે આજ્ઞાચક્રનું સ્થાન છે. જે વ્યક્તિની ઉર્જા વધારે સક્રિય છે એવી વ્યક્તિ બૌદ્ધિક રીતે સંપન્ન, સંવેદનશીલ અને તેજસ્વી મગજ વાળો હશે. જેનું આ ચક્ર જાગૃત છે તેને કોઈ સાધના કરવાની જરૂર નથી. આ ચક્ર જાગૃત થવાથી બધી શક્તિઓ જાગૃત થઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો