તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સચિન GIDCમાં ગેરકાયદે પાણીની લાઇનનું નેટવર્ક દૂર કરો: CR પાટીલ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પલસાણા તાલુકામાં જેમ પાણીના બોર થકી લાઇનો ખેંચવાના કિસ્સામાં જળસ્તરની નીચું જતા ગ્રામજનોના વિરોઘના પગલે માર્ગ મકાન વિભાગે નોટીસ ઈશ્યુ કરીને લાઈન બંધ કરાવી હતી. તેવી જ ઘટના સચિન જીઆઈડીસીમાં પણ આસપાસના ગામોમાં બોર કરી ગેરકાયદે પાણીની લાઇનનું નેટવર્ક બિછાવી સરકારની તિજોરીને લાખો રૂપિયાના ટેક્સનો ચુનો ચોપડાયો છે.સાંસદ સી.આર.પાટીલે સચિન જીઆઇડીસી નોટીફાઇડ ઓથોરીટીના અધિકારીઓ સહિતના મળતિયાઓ સામે પગલાં લેવા જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે.

સાંસદ પાટીલે આ મુદ્દો કલેકટરની આગામી સંકલનની બેઠકમાં ઉપાડવા માટે પણ પ્રશ્નાવલી મોકલાવી છે. આ સાથે ગેરકાયદેસર રીતે પાણીની ખેંચવામાં આવેલી લાઈનના નેટવર્કને પણ બંધ કરાવવા રજૂઆત કરી છે. સામાન્ય રીતે જીઆઇડીસીની બહારના વિસ્તારમાંથી પાણી લાવવું હોય તો નોટીફાઇડ ઓથોરીટી, માર્ગ અને મકાન વિભાગ અને સિંચાઇ વિભાગની પૂર્વ મંજુરી લેવાની હોય છે. પરંતુ સચિન જીઆઇડીસીના કિસ્સામાં નજીકના ગામોમાં બોર ઊભા કરી પાણીની લાઇનો ખેંચવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ તથા હાઇવેના રસ્તા ખોદી આ લાઇનો જીઆઇડીસીમાં નાંખવામાં આવી છે. નિયમ મુજબ જીઆઇડીસીમાં રસ્તા ખોદવા માટે આરઓયુ ચાર્જ ભરવાનો હોય છે. એવી જ રીતે પાણીની લાઇન માટે પણ 10 વર્ષની ફી ભરવાની હોય છે. વઘુમાં, પાણીના કુલ વપરાશ અને આવકની 25 ટકા રકમ નોટીફાઇડ ઓથોરીટીને આપવાની હોય છે. પરંતુ આ તમામ પ્રકારની ટેક્સ ચોરી કરી સિંચાઇના પાણી વિતરણના કરારનો ભંગ કરી મેજર વોટર યુર્જસ બોરના પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. નોટીફાઇડના નિયમ મુજબ જીઆઇડીસીની બહારથી પાણીની લાઇન આવતી હોય તો પાણીની લાઇન પાસે મીટરો મુકવા ફરજિયાત છે. જોકે, આ કિસ્સામાં તે પ્રક્રિયા પણ થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો