માર્કેટોમાંથી જોખમી એલિવેશન હટાવો : પાલિકાટ્રાફિક અને દબાણ પણ દૂર કરો: કાપડ વેપારીઓ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તક્ષશિલા અને ત્યારબાદ સારોલી સ્થિતિ રઘુવીર સિલિયમ માર્કેટમાં લાગેલી આગ બાદ પાલિકાએ ટેમ્પરરી સ્ટ્રક્ચર અને જોમખી એલિવેશનને દૂર કરવા માટે રિંગરોડ ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારની માર્કેટોને નોટિસ આપી છે. હવે ફાયર સેફ્ટીના મુદ્દે પાલિકાના લિંબાયત ઝોનના ચીફ ઝોનલ ઓફિસરે 70થી વધુ માર્કેટના આગેવાન વેપારીઓ સાથે મીટીંગ કરી છે.

ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં છેલ્લાં ઘણાં વર્ષોમાં આગ લાગવાની ઘટનામાં વધારો થયો છે. ત્યારે તક્ષશિલા ઘટના બાદ આગમાં કોઈનો જીવ ન જાય તે હેતુથી લિંબાયત ઝોનના ચીફ ઝોનલ ઓફિસર ભૈરવ દેસાઈની આગેવાનીમાં 70થી વધુ માર્કેટના આગેવાન વેપારીઓની મીટીંગ મળી છે. જેમાં માર્કેટમાં આગ લાગતા રોકવા તેમજ જીવ ન ગુમાવવો પડે તે માટે કેટલાંક પગલાં સૂચવ્યા છે. જોકે, તેની સાથે કાપડ માર્કેટમાં થતી હેવી ટ્રાફિકની સમસ્યા, સ્ટ્રીટ લાઈટનો અભાવ, અતિક્રમણ, ખરાબ રોડ જેવા મુદ્દાઓનું નિરાકરણ લાવવા માટે પણ ધમાલ કરી હતી. આખરે પાલિકાના અધિકારીઓએ આગની ઘટના વધુ અગત્યની હોઈ, જે લોકોના જીવન સાથે જોડાયેલી હોઈ તેમ જણાવી હમણાં સુરક્ષાના પગલાં નિશ્ચિત કરવા સૂચન કર્યું છે.

મીટિંગમાં મળેલાં સૂચનોને માર્કેટ એસોસિએશને વેપારીમાં ફરતા કર્યા


{કોમન પેસેજ ખાલી રાખવા, પેકિંગ બોકિસ્, કટિંગ-પેકિંગ, પાર્સલ વગેરેની કામગીરી પેસેજમાં ન કરવા તેમજ કોમન પેસેજને અવર-જવર માટે ફ્રી રાખવા {દુકાનોની અંદર બારીમાં લગાડેલી ગ્રિલ ફિક્સ ન રાખી ઓપન કરી શકાય અથવા કાઢી શકાય તેવી વ્યવસ્થા કરવી {દુકાનમાં પ્રવેશવાનો અને બહાર નિકળવાનો માર્ગ હંમેશા ક્લિયર રાખવો {શોટ શર્કિટની સમસ્યાથી આગ ન લાગે તે માટે દરેક દુકાનમાં એમસીબી સ્વીચનો ઉપયોગ અનિવાર્ય કરવા સુચન કરાયું છે. હલકી ગુણવત્તાની વાયરીંગ નહીં કરવા તથા લટકતાં વાયરને દૂર કરવા પણ સૂચન અપાયું {દુકાનમાં કાપડના જથ્થાને ઠાંસીને નહીં ભરવા તથા અસ્ત-વ્યસ્ત નહીં મુકવા જાણ કરાય.

ફાયર સેફ્ટી મુદ્દે મહાનગરપાલિકા અને કાપડ વેપારીઓની મીટિંગ મળી

અન્ય સમાચારો પણ છે...