તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇલેક્ટ્રીક ટાંકામાં રિફાઇન ઓઇલ ટ્રાન્સફર કરતી વેળા વિસ્ફોટ થયા બાદ આગ, 2 ગંભીર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કામરેજ તાલુકાના નવી પારડી ગામની હદમાં પીપોદરા નહેર પરથી જતા રસ્તા ઉપર આવેલ શ્રીરામ એન્ટર પ્રાઈઝના હંગામી પતરાના ગોડાઉનમાં 10.15 કલાકે અકસ્માતે આગ ભડકી ઉઠી હતી. આ ગોડાઉનમાં 3 મોટા ટેન્ક પૈકી એકમાંથી બીજા ટેંકમાં મોટર વડે ઓઈલ ખાલી કરતી વેળા વિસ્ફોટ થયો હતો અને લાગેલી આગ આ જ્વલનશીલ પ્રદાર્થમાં ઝડપભેર પ્રસરી ગઈ હતી. અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. આ દરમિયાન ગોડાઉનની અંદર ભાવેશભાઈ અતાભાઈ તેમજ ભૈરુસિંગ રાવત નામના બે કામદારો કામ કરતાં હોય જેઓ ઘટના સ્થળે હાજર હતાં. આગના કારણે આ બંને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેને સ્થાનિક લોકોએ 108ની મદદથી દીનબંધુ હોસ્પિટલ કામરેજ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાંથી વધુ સારવાર અર્થે વધુ સારવાર માટે યુનિટી હોસ્પિટલ સુરત ખાતે સારવાર માટે મોકલ્યા છે. આ ઘટનામાં ભૈરુસિંગ રાવત શરીરે 80 ટકા દાઝી ગયો હોવાથી તેની હાલત ગંભીર છે. આગની ઘટનાની જાણ પલસાણા કામરેજ, સુરત, કડોદરા વગેરે ફાયર વિભાગને થતાં 4 થી વધુ ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

કામરેજના નવી પારડી ગામે પતરાના ગોડાઉનમાં જ્વલનશીલ પદાર્થ સંગ્રહ રાખવાની પરવાનગી માલિકે લીધી કે કેમ તે પણ તપાસનો વિષય

પહેલા મોટો ધડાકો થયા બાદ આગ

કહેવાતા શંકાસ્પદ રિફાઇન ઓઇલના ગોડાઉનમાં કામ કરતાં કામરેજના ભાવેશ અનુભાઈએ જણાવ્યું કે હું અને ભૈરુસિંગ રાવત સવારે આગ લાગી હતી ત્યારે બંને ગોડાઉનમાં હાજર હતાં. પહેલા એક મોટો ધડાકો થયા બાદ આગ લાગી હતી. આગ થોડવારમાં વિકરાળ બની હતી.

_photocaption_કામરેજના નવીપારડી ગામે બાયોડીઝલના ગોડાઉનમાં લાગેલી આગ.*photocaption*
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો