તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તથ્ય ટાઇટેનિયમ 112 રનથી ચેમ્પિયન બની, 206/2 ના સામે સ્ટ્રાઇકર્સ 94/7

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

city tournament

સિટી રિપોર્ટર . સુરત

SVNIT એલ્યુમિની એસોસિએશન સુરત ચેપ્ટર દ્વારા 21થી 60 વર્ષના સભ્યો માટે ક્રિકટે ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 4 ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલ મુકાબલો લીથલ સ્ટ્રાઇકર્સ અને તથ્ય ટાઇટેનિયમ વચ્ચે રમાયો હતો, જેમાં તથ્ય ટાઇટેનિયમની ટીમ 112 રને જીતી ચેમ્પિયન બની હતી.ચારેય ટીમો વચ્ચે સૌપ્રથમ લીગ રાઉન્ડ યોજાયો હતો ત્યારબાદ ટોપની 2 ટીમો વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી. ટૂર્નામેન્ટમાં કુલ 9 મેચો રમાઈ હતી. આ એક ટેનિસ બોલ ટૂર્નામેન્ટ હતો. આ સ્પર્ધામાં ભાગ લેનાર બધા જ ખેલાડીઓ એન્જિનિયર્સ હતા. લીગ મેચો 10-10 ઓવરની અને ફાઇનલ મેચ 12 ઓવરની રમાઈ હતી. તથ્યની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા 12 ઓવરમાં 2 વિકેટના ભોગે 206 રન કર્યા હતા જેના જવાબમાં સ્ટ્રાઇકર્સની ટીમ 12 ઓવરના અંતે 7 વિકેટના ભોગે ફક્ત 94 રન જ કરી શકી હતી. તથ્ય તરફથી દીપ પટેલે તાબડતોડ બેટિંગ કરતા 12 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 109 રન કર્યા હતા. એમના પાર્ટનર સ્મિત પટેલે પણ શાનદાર ઈનિંગ રમી હતી એમણે પણ 8 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 71 રન કર્યા હતા. 207 રનનો પીછો કરવા ઉતરેલી સ્ટ્રાઇકર્સની ટીમ ક્યારે મેચમાં ન હતી અને 12 ઓવરના અંતે ટીમ 7 વિકેટના ભોગે ફક્ત 94 રન જ કરી શકી હતી. સ્ટ્રાઇકર્સ તરફથી મયંક મિઠાઈવાલાએ સર્વાધિક 42 રન કર્યા હતા. એ સિવાય કોઇપણ બેટ્સમેન સારી ઇનિંગ રમી શક્યો ન હતો. દીપ પટેલને એમની 109 રનની તાબડતોડ ઇનિંગ બદલ મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. ટૂર્નામેન્ટની 4 મેચમાં 184 રન કરનાર જુગલ પટેલને બેસ્ટ બેટ્સમેન ઓફ ધી સિરીઝ અને 6 વિકેટ લેનાર સતીષ વસાવાને બોલર ઓફ ધી સિરીઝ જાહેર કરાયો હતો.

_photocaption_ 4 ટીમો વચ્ચે કુલ 9 મેચો રમાઈ હતી, જુગલ પટેલે 4 મેચમાં 184 રન કર્યા હતા જેથી એને બેટ્સમેન ઓફ ધી સિરીઝ જાહેર કરાયો હતો*photocaption*
અન્ય સમાચારો પણ છે...