• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat News Real Estate Will Get A Boost If Government Emphasizes Service Sector Growth Including Textiles Diamonds 072146

સરકાર કાપડ-હીરા સહિત સર્વિસ સેક્ટરના ગ્રોથ પર ભાર મૂકે તો રીઅલ એસ્ટેટને બુસ્ટ મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરકાર પોલીસીઓ તો વિકાસ માટે જ બનાવે છે પરંતુ તેની અમલવારી સમયસર થતી નથી, જેના કારણે ઈન્ડસ્ટ્રિયલ સેગમેન્ટ હેરાન થતો હોઈ છે. સરકારે શહેર, જિલ્લા કે રાજ્ય માટે એક અલગથી સર્વે કરાવી ક્યાં કયા સેક્ટરને પ્રોત્સાહન આપવું તેનો ચોક્કસ રિપોર્ટ તૈયાર કરાવી તેના પરિણામો સુધારવા પ્રયત્નો કરવા જોઈએ. તેવુ શહેરના અગ્રણી બિલ્ડર્સ-ડેવલોપર્સે દિવ્યભાસ્કર દ્વારા આયોજિત ટોક શોમાં જણાવ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા રિઝર્વેશનની જમીનને છુટી કરવા સહિત ઓનલાઈન મંજુરીની પ્રક્રિયાઓ રીઅલ એસ્ટેટ માટે શરૂ કરી છે. આ ઉપરાંત એફોર્ડેબલ હાઉસિંગ માટે રોકાણની છુટ રૂ.1.50 લાખની એક વર્ષ માટે આ બજેટમાં એક્સટેન્ડ કરી છે. ઉપરાંત, અવાર-નવાર રજૂઆતોને આધિન સરકાર દ્વારા પગલાં લેવાતાં હોઈ છે, તેમ છતાં હજુ પણ સુરતનો રીઅલ એસ્ટેટ કેમ મંદ પડ્યો છે. તે અંગે વિસ્તારથી ચર્ચા કરવા માટે દિવ્યભાસ્કર દ્વારા એક ટોક શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના અગ્રણી એવા લેન્ડમાર્ક ગ્રુપના માધવજી પટેલ, લક્ષ્મી ડાયમંડ ગ્રુપના વસંત ગજેરા, રૂંગટા બિલ્ડર્સમાંથી અનિલ રૂંગટા, રઘુવીર ડેવલોપર્સમાંથી શિવલાલ પોંકિયા અને સંગીનીમાંથી રવજી પટેલે હાજરી આપી હતી. તેમની સાથે થયેલી ચર્ચામાં જાણવા મળ્યું છે કે, સુરત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના રીઅલ એસ્ટેટ સેક્ટરમાં બુસ્ટ આપવું હોઈ તો સરકારી પોલીસીની અમલવારી ઝડપી બનાવવી જરૂરી છે. ફક્ત રીઅલ એસ્ટેટ માટે જ નહીં પરંતુ ટેક્સટાઈલ-ડાયમંડ વગેરે જેવા અન્ય ઉદ્યોગો માટે પણ બનાવેલી પોલીસીઓ ઝડપી બને તે જરૂરી છે.

આ સાથે બેંક ધિરાણની પ્રક્રિયા ઝડપી ઉપરાંત નબળી સ્થિતિનો અનુભવ કરી ચૂકેલા ડેવલોપર્સ-બિલ્ડર્સ ગ્રુપને લોન રિસ્ટ્રક્ચરીંગનો પણ લાભ આપવો જોઈએ. સરકારી સબસિડીનો પણ પુરતા પ્રમાણમાં લાભ મળે તે પણ આવશ્યક છે. વધુમાં સુરતની તાકાત ગણાતા એવા ટેક્સટાઈલ અને ડાયમંડનો એક્સપોર્ટ વધે તે માટે મોટા એક્સપોર્ટ હાઉસિસ સુરતમાં બનાવવા પ્રોત્સાહન આપવું જોઈએ. જેથી તેમના ગ્રોથ થકી રીઅલ એસ્ટેટ સેક્ટરને પણ ગ્રોથ મળી શકે.

શહેરના અગ્રણી બિલ્ડર્સ-ડેવલપર્સે સૂચવેલા સૂચનો


{ બેંકો દ્વારા નબળાં પડી ગયેલા બિલ્ડર-ડેવલોપર્સને લોન રિસ્ટ્રક્ચર કરી આપવાની તક

{ લિમિટેડ ધિરાણની જગ્યાએ કંપનીની ખરી સ્થિતિ જોઈને ધિરાણની વિવિધ ફેસિલીટીનો લાભ આપવો જોઈએ

{ સુરત જેવા શહેરના પાયા ઉદ્યોગ એવા ટેક્સટાઈલ-ડાયમંડને દોડતો કરવા માટે પ્રયત્ન થાય તો રીઅલ એસ્ટેટને મુખ્ય ફાયદો છે, દાખલા તરીકે ગાર્મેન્ટ પાર્ક સરકાર કરે તો તેનો સીધો લાભ રીઅલ એસ્ટેટને મળશે

{ સરકારી પોલીસીની સાયકલ સ્લો, જાહેરાત થી લઈને સબસિડીની ફાળવણીની પ્રક્રિયા ઝડપી કરવી.

{ સરકારે સર્વે કરવાની જરૂરિયાત છે, બેંક ફાઈનાન્સ ક્યા સેક્ટરમાં કેટલો આપવો, કેટલી રીકવરી થઈ શકે છે વગેરે જેવી બાબતોને સાંકળવી જોઈએ

{ ઈમ્પોર્ટ-એક્સપોર્ટની લાંબી લચક પ્રક્રિયાને સરળ કરવી જરૂરી, મશીનરી હોઈ કે સર્વિસ હોઈ સરળતાંથી મળે તેવા પ્રયત્નો

{ સુરતના ડી.પી અને ટી.પી મંજુરીની લાંબી પ્રક્રિયાઓના કારણે વિકાસ અવરોધાય છે

{ સુડાના 700 ચો.કીમી એરિયા ધરાવતી ભૌગોલિક પરિસ્થિતિના જાણકાર અને શહેરનું હીત ઈચ્છુક બિન સરકારી વ્યક્તિની સુડાના ચેરમેન તરીકે 5 વર્ષ માટે નિમણૂક કરવી.

{ વર્ષોથી મંજુર સુરતના રિંગરોડની પોલિસીમાં સુધારો કરી વહેલામાં વહેલી તકે શરૂ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ

{ રિંગરોડ થી શહેરની વચ્ચેનો ઘણો વિસ્તાર એગ્રીકલ્ચરમાં સમાવિષ્ટ છે, તેને રેસિડેન્સ ઝોનમાં પરિવર્તીત કરવું

{ સરકારી પરવાનગી માટેની પ્રક્રિયા ઓનલાઈન છતાં અધિકારી પુંજવાની પ્રથા ચાલે છે, આ સિસ્ટમને ફેસલેસ કરવી.

{ સરકારે ટેક્સટાઈલ અને ડાયમંડ જ નહીં પરંતુ અન્ય સર્વિસ સેક્ટરના પ્રોત્સાહન પર પણ ભાર મુકવું જોઈએ કે જેથી રીઅલ એસ્ટેટને બુસ્ટ મળે

મંદીની સ્થિતિ, નવા પ્રોજેક્ટની ધીમી ગતિ અને સરકાર પાસેથી અપેક્ષાઓ જેવા મુદ્દાઓ પર ચર્ચા

એલિવેશન હટાડવાનો ફતવો આંશિક ખોટો | સારોલીની એક માર્કેટમાં લાગેલી ભયાવહ આગ બાદ રાતો-રાત મ્યુનિ.કમિશનરે જોમખી શેડ, એલિવેશનને સ્ટ્રક્ચર ઉતારી પાડવા સૂચન કર્યું છે. જેની સામે રીઅલ એસ્ટેટ સેક્ટરમાંથી નારાજગી વ્યક્ત કરી છે. અગ્રણીઓ જણાવ્યું કે, એલિવેશન દૂર કરવા જરૂર હોય તેવા તેના સૂચના મળે તે સ્વીકાર્ય. જે જોખમી ન હોઈ તેને દૂર કરવું સમય વેડફાટ-ખર્ચમાં વધારો કરે છે.


_photocaption_રાવજી પટેલ *photocaption*

_photocaption_માધવજી પટેલ*photocaption*

_photocaption_વિજય ધામેલિયા*photocaption*

_photocaption_શિવાલાલ પોંકીયા *photocaption*

_photocaption_વસંત ગજેરા*photocaption*
અન્ય સમાચારો પણ છે...