તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડાયમંડ વર્કર યુનિયનની લોકસભા ઉમેદવારોને રાવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ડાયમંડ વર્કર યુનિયન હવે તમામ લોકસભાનાં ઉમેદવારોને આવેદન આપી, તેમની સમસ્યાઓને ધ્યાને લેવા રજૂઆત કરશે. જેની શરૂઆત વિરોધ પક્ષના પરેશ ધાનાણીથી કરાઇ હતી.મંગળવારે મોડી સાંજે ડાયમંડ વર્કર યુનિયને વિરોધ પક્ષના પરેશ ધાનાણીને આવેદન પત્ર સુપરત કર્યું હતું. ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ રણમલ જીલરીયાના જણાવ્યાનુસાર, લાંબા સમયથી રત્ન કલાકારોને બેઝિક સુવિધાઓ મળતી નથી. પીએફ, ઈ.એસ.આઈ, બોનસ તથા પગાર સ્લીપ સહિતના લાભ આપવાની સાથે રત્ન કલાકારોનો પગાર સીધો બેંકમાં પડે, રત્ન કલાકારો માટે કામદાર કલ્યાણ બોર્ડની રચના, રત્નદિપ યોજના અંગે મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને રજૂઆત કરી હતી. રત્નકલાકારોની આ માંગણીનો કોઈ ઉકેલ આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...