પત્ની સાથે ઝઘડો થતાં રાંદેરના યુવકનો આપઘાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | પત્ની સાથે બોલાચાલી બાદ રાંદેરના યુવકે ઈચ્છાપોરમાં માર્કેટમાં એસિડ પી જીવન ટુંકાવી લીધું હતું.

રાંદેર પાલનપુર જકાતનાકા પાસે ઠાકોર નગર ખાતે રહેતા મનીષભાઈ ખોડાભાઈ પરમાર(38) ઈચ્છાપોર ખાતે આવેલી આરજેડી માર્કેટમાં કાપડની દુકાનમાં નોકરી કરતા હતા. શુક્રવારે તેમની પત્ની સાથે બોલાચાલી થઈ હતી. જેમાં માઠું લાગી આવતા તેમણે આરજેડી માર્કેટમાં એસિડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન શનિવારે સવારે તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે ઈચ્છાપોર પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.