તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાલુ ટ્રેને ચઢવા જતા પગ લપસ્યો ને ટ્રેન સાથે ઢસડાતા યાત્રીનો RPF જવાને જીવ બચાવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | સુરત

સુરત રેલવે પ્લેટફોર્મ પર ડ્યુટી કરી રહેલા આરપીએફ કર્મચારીની સતર્કતા અને હિંમતને લીધે એક મુસાફરનો જીવ બચી ગયો હતો.સોમવારે રાત્રે 11.30 વાગ્યાના અરસામાં સુરત રેલવે સ્ટેશન પરથી 22954 ગુજરાત એક્સપ્રેસ મુંબઈ તરફ રવાના થઇ રહી હતી.જોકે ટ્રેન ચાલુ થઇ ગયા બાદ તુષાર રમેશ ચંદ્ર પટેલ (જલારામ સોસાયટી,નવસારી, ઉ.વ-39)નો ટ્રેનમાં ચડવાના પ્રયાસમાં પગ લપસતાં પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેની જગ્યામાં ફસાઈ જતાં તે ટ્રેનની સાથે જ ઢસડાવા માંડ્યો. અંદાજે 15 મીટર સુધી તુષાર ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની જગ્યામાં ઢસડાયો હતો.ઘટના સમયે પ્લેટફોર્મ પર ડ્યુટી કરી રહેલા આરપીએફ જવાન શિવચરણ મીણાની નજર પડતા તે વીજળીક ગતિએ દોડ્યો. ચાલુ ટ્રેન સાથે ઢસડાઈ રહેલા મુસાફરને બહાર કાઢવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો.પ્લેટફોર્મ પર અન્ય મુસાફરોની નજર પડતા લોકો પણ આરપીએફ જવાનની મદદે આવીને તુષારને બહાર કાઢ્યો હતો.ઘટનામાં તુષારને કોઈ મોટી ઇજા થઇ ન હતી.ઘટના દરમિયાન યાત્રીઓએ હોબાળો કરતા કોઈક મુસાફરે ચેઇન પુલિંગ કરી ટ્રેનને થોભાવી હતી.આ ઘટનાને પગલે બચી જનાર તુષાર પટેલે આરપીએફ જવાન અને લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ઢસડાઇ રહેલા યુવાનને બચાવનાર આરપીએફ જવાન શિવચરણ.

અન્ય સમાચારો પણ છે...