તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

28મીથી રામલીલાનો પ્રારંભ, 43માં વર્ષે ફેસબુક પેજ બનાવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રી આદર્શ રામલીલા સમિતિએ સમયની માગને અનુલક્ષીને શ્રી રામલીલા મહોત્સવ નિમિત્તે 43માં વર્ષે ફેસબુક પેજ બનાવ્યું છે. કોઈપણ વ્યક્તિ ફેસબુક પર આ પેજ શોધી જોડાઈ શકે છે. આ પેજ શરૂ કરવાનું કારણ આજની નવી પેઢીના યુવાનો અને બાળકોને શ્રીરામ ચરિત્રનું જ્ઞાન મળે. નવરાત્રિમાં દર વર્ષે યોજાતા રામલીલા મહોત્સવ અંગે રામલીલા સમિતિની અનિલ અગ્રવાલે આ શબ્દો ગુરૂવારે કહ્યાં હતા.

વેસુમાં શ્રી આદર્શ રામલીલા મહોત્સવ સમિતિ સતત 43માં વર્ષે રામલીલા મહોત્સવનું આયોજન કરી રહી છે. આ અંગે ગુરૂવારે સમિતિના અધ્યક્ષ બાબુલાલ મિત્તલે કહ્યું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ રામલીલા દર્શાવાશે. તેમાં આ વર્ષે પ્રથમવાર બાબા ખાટૂશ્યામની લીલા દર્શાવવાનું આયોજન કરાયું છે. સમિતિના અનિલ અગ્રવાલે કહ્યું કે આ વર્ષે રામલીલા મહોત્સવનો પ્રારંભ 28મી શનિવારે સાંજે 4.30 કલાકે દીપ પ્રાગટ્ય અને ગણેશ પૂજન સાથે વેસુમાં શ્રી રામલીલા મેદાન પર કરાશે. ત્યારબાદ રવિવારે રાવણ અને શ્રીરામ જન્મના પ્રસંગો ઉજવાશે.

30મીએ સોમવારે અહિલ્યા ઉદ્ધાર, 1 ઓક્ટોબર મંગળવારે લક્ષ્મણ-પરશુરામ સંવાદ, બુધવારે શ્રી રામવિવાહ, ગુરૂવારે કેવટ સંવાદ, શુક્રવારે સીતાહરણ, શનિવારે લંકાદહન, રવિવારે રામેશ્વરમ સ્થાપના, સોમવારે અહિરાવણ વધ અને મંગળવારે દશેરાએ રાવણ દહન વેસુમાં વીઆઈપી રોડ પર કટારિયા મોટર્સ પાસે કરાશે.બુધવારે શ્રીરામ રાજ્યાભિષેક અને ગુરૂવારે શ્રી ખાટૂશ્યામ લીલાના પ્રસંગો ઉજવાશે. 11મીના રોજ રામલીલા મેદાન પર હાસ્ય કવિ સંમેલન યોજાશે.આ સમગ્ર કાર્યક્રમ માટે 8 સમિતિની રચના કરાઈ છે. તેમની સાથે 30 જેટલાં ભક્તો સેવામાં જોડાશે.

અન્ય સમાચારો પણ છે...