\"મારી સાથે લગ્ન કર નહીં તો બદનામ કરી નાખીશ\'

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મારી સાથે લગ્ન કરી લે નહીં તો તેને હું બદનામ કરી નાખીશ, તારા ફોટા મારી પાસે છે, આવું કહીને પારસી યુવકે યુવતીના ઘરે જઈને પિતા સાથે માથાકૂટ કરી ધક્કો મારી દીધો હતો.

પુણા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતી સ્ટુડીયોમાં કામ કરે છે. અગાઉ યુવતી જયા નોકરી કરતી હતી ત્યાં પારસી યુવક શહેજાદ ડુમાસીયા સાથે મિત્રતા થઈ હતી. મિત્રતા હોવાને નાતે બન્ને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. જેના કારણે યુવકે તેને પજવણી કરવાનું શરૂ કર્યું હતું. યુવતી ઘરેથી નીકળે તે સમયે શહેજાદ ડુમાસીયા તેનો પીછો કરી છેડતી કરતો હતો. યુવતીએ વારંવાર તેને ઠપકો આપી તેની સાથે વાત કરવાનો ઈનકાર કર્યો છતાં તે કોઈપણ વાત માનવા તૈયાર ન હતો. છેલ્લા 15 દિવસથી યુવતીને તે ઘરેથી ઓફિસ અને ઓફિસથી ઘરના આંટાફેરા મારીને પજવતો હતો. જેના કારણે યુવતીએ શહેજાદ સાથે મિત્રતા તોડી નાખી હતી. છતાં યુવતીને શહેજાદ અલગ અલગ નંબરોથી ફોન કરીને ગમે તેવી વાતચીતો કરતો હતો. શહેજાદને કારણે યુવતી એટલી તંગ આવી ગઈ હતી કે તેણે પુણા પોલીસમાં છેડતીની ફરિયાદ કરવી પડી, પોલીસે શહેજાદ ડુમાસીયા (રહે, પારસીવાડી, બેંજી મેંન્સન, રૂસ્તમપુરા)ની સામે છેડતીનો ગુનો નોંધી તેને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...