તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કતારગામ, અમરોલી, ઇચ્છાપોર, પુણા અને પાંડેસરાના પીએસઓએ સારો પ્રતિસાદ આપતાં તેમને સન્માનિત કરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કતારગામ પોલીસ સ્ટેશનમાં પીએસઓ તરીકે એએસઆઈ મીનાક્ષીબહેન ફરજ પર હતા. પોલીસ સ્ટેશનના લોકલ નંબર એક વ્યકિતનો કોલ આવ્યો હતો. તેમણે જણાવ્યું કે અખંડ આનંદ કોલેજ પાસે દારૂનું મળે છે, જેથી તમે કાર્યવાહી કરો, આથી અમે તેમની પાસેથી એડ્રેસ લઈને તાત્કાલિક પોલીસ મોકલી આપી હતી.

મને માર માર્યો છે
અમરોલી પોલીસ મથકમાં એએસઆઈ ઇશ્વરભાઈ પીએસઓમાં ફરજ પર હતા. ત્યારે મદદ માટે કોલ આવ્યો હતો. જેમાં કહ્યું કે અમરોલી શ્રીરામ ચોક પાસે મારાથી ઍક્સિડન્ટ થતાં પાંચ જણાએ મને માર માર્યો છે, સારવાર માટે હું ડોકટરને ત્યાં છું, આટલી વાત કરતા અમે ડોકટરને ત્યાં પોલીસને મોકલી આપી હતી.

મને લૂંટી લીધો
ઈરછાપોરના હે.કોન્સ્ટેબલ કાંતિભાઈ પટેલ પીએસઓમાં હતા ત્યારે એક વ્યક્તિએ ફોનથી જણાવ્યું કે એક્સિસ બેંકમાં પૈસા ઉપાડીને નીકળ્યો ત્યારે અજાણ્યાઓએ મને લૂંટી લીધો, કંટ્રોલરૂમે મને ઈરછાપોર પોલીસને વાત કરવાનું કહ્યું. મને જગ્યાની ખબર નથી. કહ્યું કે તમારો નંબર આપો, તમે જ્યાં હશો ત્યાં પોલીસ તમારો કોન્ટ્રેક્ટ કરશે.

ઝઘડો થયો છે
પુણા પોલીસના હેડ કોન્સ્ટેબલ સુભાષભાઈ પીએસઓમાં હતા. આ સમયે પોલીસ સ્ટેશનના લોકલ નંબર કોલ આવ્યો હતો અને જેમાં એક વ્યકિતએ જણાવ્યું કે ઉગમણા મહોલ્લામાં ઝધડો થયો છે, પોલીસ તાત્કાલિક મોકલો, જેથી તેની વાતને ગંભીરતાથી લઈ એડ્રેસ લઈને પીસીઆર વાન મોકલી આપી હતી.

મારી બાઇક તોડી નાખી
પાંડેસરાના હેડ.કોસ્ટેબલ ઈશ્વરભાઈ પીએસઓમાં હતા. તે સમયે એક વ્યક્તિનો કોલ કરી પોલીસની મદદ માંગી. તેણે કહ્યું પાંડેસરામાં એક બિલ્ડિંગ મે બાઇક પાર્ક કરી હતી. જે મારા મિત્રની છે અને તેની અજાણ્યાએ તોડફોડ કરી છે. હું આ વિસ્તારમાં અજાણ છું. મે તેનો મોબાઇલ નંબર લઈને તાત્કાલિક પોલીસને રવાના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...