Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કતારગામની ગેંગરેપ પીડિતાના પિતાનું મોત, સ્મશાન યાત્રામાં સ્વયંભૂ રીતે લોકો જોડાયા
કતારગામમાં 6 મહિના પહેલા 16 વર્ષની કિશોરી પર ગેંગરેપ ગુજારવામાં આવ્યો હતો. ગેંગરેપ ગુજારનારાઓ પૈકીનો એક આરોપી જય ખોખરિયાએ બાદમાં પણ કિશોરીની છેડતી કરતા કિશોરીના પિતા અને ભાઈ જયને ઠપકો આપવા જતા જય અને તેના ભાઈ અને સાગરિતોએ કિશોરીના પિતા અને ભાઈ પર હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઇજા પામેલા પિતાનું 13 દિવસની સારવાર બાદ મોત નિપજ્યું હતું. તેમની સ્મશાન યાત્રામાં સ્વયંભૂ રીતે લોકો જોડાયા હતા.
કતારગામ વિસ્તારમાં રહેતી 16 વર્ષિય મોહિની( નામ બદલ્યું છે) પર આરોપી જય ખોખરિયા અને તેના મિત્રોએ 6 મહિના પહેલા સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.ત્યાર બાદ પણ મોહિનીની છેડતી કરાતી હતી. જેની જાણ પરિવારને થતા બાર દિવસ પહેલા મોહિનીના પિતા જય ખોખરીયાને ઠપકો આપવા માટે કતારગામ હાથી મંદિર પાસે ગયા હતા. ત્યાં જય, તેનો ભાઈ જીતુ અને અન્ય પાંચ જણાએ મોહિનીના પિતા અને ભાઈ પર ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હતો.જેમાં પિતાને ગંભીર ઇજા થઈ હતી. તે સમયે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરાયો હતો. ત્યાર બાદ મોહિનીએ જય ખોખરિયા અને તેના સાગરિતો વિરુદ્ધ ગેંગરેપની ફરિયાદ નોંધાવી હતી. મોહિનીના પિતાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં 13 દિવસની સારવાર બાદ મંગળવારે પિતાનું મોત નિપજ્યું હતું.પોલીસે હત્યાની કલમ ઉમેરી છે. મૃતકની અંતિમવિધિમાં હજારો લોકો સ્વયંભૂ રીતે જોડાયા હતા. આ ગેંગરેપ કેસમાં પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી લીધી હતી.
સગીરાના પિતા બળાત્કારીઓને ઠપકો આપવા ગયા ત્યારે હુમલો થયો હતો, 13 દિવસ બાદ દમ તોડ્યો
_photocaption_મૃતક પિતાની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો સ્વયંભૂ રીતે જોડાયા હતા.*photocaption*