પુણા - સગરામપુરામાં ગેરકાયદે બાંધકામનું ડિમોલીશન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત| વરાછા ઝોને પુણા તળાવ બાજુમાં અક્ષરધામ સોસાયટી પાસે 18 મીટર ટી.પી. રોડમાં નડતરરૂપ 4 શેડ અને 3 પાકા મકાનોના અસર હેઠળ આવતાં અડધા ભાગ તથા કાચા પાકા દબાણોનું ડિમોલીશન કરાયું હતું. કુલ 2400 ચોરસ ફૂટ કબ્જો લેવાયો હતો. સેન્ટ્રલ ઝોને સગરામપુરા મોટો કુંભારવાડની નોંધ નંબર 185-186-187 વાળી મિલકતમાં મંજુરી લીધા વિના મિલકતદારે પ્લાન વિરુદ્ધ બાંધકામ કરતાં વધારાના માળનું 450 ચોરસ ફુટ સ્લેબ તથા 3550 ચો.ફૂટ માપમાં 10 કોલમના ડીમોલીશન પેટે 60 હજાર ચાર્જ વસુલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...