તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલીઓને માત આપી જાતને સાબિત કરનારા શહેરના

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફાઇટબેક | કચરામાંથી બનાવે છે ઈંટો, 6700 મેટ્રિક ટન કચરાનો ઉપયોગ કર્યોડો.બિનિશ દેસાઈ
તુ પાગલ છે, તારાથી થશે જ નહી, તું તો હવે પતી જ ગયો, તુ તો નકામો છે. આવા અનેક વાક્યો કહેનાર લોકો આજે મને શાબાશી આપે છે. કારણ કે, અત્યારે હું સફળ થયો છું. વર્ષો પહેલાં રોટરી યુથ સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત ધોરણ 12નો અભ્યાસ કરવા માટે અમેરિકા ગયો હતો. અમેરિકાથી આવ્યો ત્યારે મને આઈડિયા આવ્યો કે, મારે વેસ્ટમાંથી ઈંટો બનાવવી છે, ફેમિલીને મારા આઈડિયા વિશે જણાવ્યું એટલે એમણે ઘસીને ના પાડી દીધી અને મને કહ્યું કે, ‘અમેરિકાથી ભણીને આવ્યો છે તો ઢંગનો બિઝનેસ કર અથવા સારો અભ્યાસ કર. આવા રવાડે ચડવાનો વિચાર ન કર.’ જેના કારણે બાયોટેક્નોલોજી ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ શરૂ કર્યો હતો. કોલેજની સાથે સાથે ફેમિલીને ખબર ન પડે તે રીતે મેં પેપર વેસ્ટમાંથી ઈંટો બનાવવાનું શરૂ કર્યું. જેના માટે પોકેટમનીની બચત કરતો હતો. કોલેજમાંથી ભણીને સુરતથી હું વાપી પેપરમીલમાં જતો હતો જ્યાંથી વેસ્ટ કચરો લાવીને ઈંટો બનાવવાના પ્રયોગ શરૂ કર્યા હતાં. એક વર્ષમાં 3 હજાર ઈંટો બનાવી હતી. ત્યારબાદ આ ઈંટોની ચકાસણી કરવા એક ઘર બનાવ્યું. જેના દ્વારા સાબિત થયું કે, કચરામાંથી મજબૂત ઈંટો પણ બનાવી શકાય છે. ડો.અબ્દુલ કલામ સાહેબને પત્ર લખ્યો હતો. ત્યારબાદ ડો.અબ્દુલ કલામ સાહેબનો લેટર આવ્યો હતો અને મને પુણેમાં યોજાનાર ઈન્કલુઝિવ ઈનોવેશન કોન્કલેવમાં ભાગ લેવા માટે કહ્યું હતું અને મને ત્યાં જવા આવવા માટેની સવલત પણ કરી આપી હતી. જ્યાં મેં મારા આ આઈડિયાનું પ્રેઝન્ટેશન આપ્યુ હતું. જ્યાંથી મને પહેલો ઓર્ડર મળ્યો હતો.ત્યાર બાદ મેં મારા આઈડિયાને પેટન્ટ કરાવ્યો હતો. સાથે સાથે કચરામાંથી અલગ અલગ 50 વસ્તુઓ પણ બનાવી હતી. પછી ઈન્વેસ્ટર્સો સાથે મળીને અમે નાના પાયે ઈંટો બનાવવાનું કામ શરૂ કર્યુ હતું. પરંતુ ઈન્વેસ્ટર્સોને કચરામાંથી ઈંટો બને અને દેશની સેવા થાય તેમાં નહીં પરંતુ રૂપિયા કમાવામાં રસ હતો એટલા માટે મારાથી છુ્ટા પડી ગયા. રૂપિયા ન હતાં પરંતુ મારી પાસે માત્ર પેટન્ટ હતી. મેં ફરીથી કંપની બનાવવનો વિચાર કર્યો.

આજે યુવા દિવસ છે ત્યારે સિટી ભાસ્કરે શહેરના એવા યુવાનો શોધ્યા જે અન્ય યુવકો માટે ઈન્સ્પિરેશન છે, કારણ કે, એમણે જીવનમાં આવતી મુશ્કેલીઓને ચેલેન્જ તરીકે સ્વિકારીને અલગ મુકામ હાંસિલ કર્યો છે
5 વર્ષમાં 6700 મેટ્રિક ટન પેપર મિલના વેસ્ટેજમાંથી ઈંટો બનાવવાનું કામ કર્યું છે

સંઘર્ષ| વોચમેનની જોબ કરી MBA કર્યું, આજે 18 કરોડનું ટર્ન ઓવર

નિકુંજ ઘાડિયા
સુ રતમાં જ બીએસસીનો અભ્યાસ કર્યો હતો. મને અમેરિકામાં એમબીએનો અભ્યાસ કરવો હતો. પરંતુ મારી પાસે રૂપિયા ન હતાં. એટલે મને વિચાર આવ્યો કે, અમેરિકામાં નોકરી કરીએ તો ભારતની સરખામણીમાં વધારે રૂપિયા મળે છે. ત્યાં જઈને મેં દિવસમાં મજૂરી અને રાત્રે સિક્યોરીટી ગાર્ડની નોકરી કરી. સિક્યોરીટી ગાર્ડની નોકરીમાં મને રાત્રે આરામ મળતો હતો. મારી પાસે થોડા રૂપિયા ભેગા થઈ જતાં મેં એમબીએનો અભ્યાસ શરૂ કર્યો હતો. જ્યારે મને એમ લાગતું હતું ત્યારે પાર્ટ ટાઈમ જોબ કરીને ફરી કમાણી કરતો હતો. એમબીએનો અભ્યાસ પુર્ણ કરીને સુરત આવ્યો અને મારા મિત્ર સાથે મળીને કેમિકલનો બિઝનેસ શરૂ કર્યો હતો. જેમાંથી એક ઈન્ટરનેશનલ લેવલ પર અને એક ભારતમાં લોકલ લેવલ પર બિઝનેસ કરી રહ્યાં છીએ. ત્યાર બાદ અમે પ્રોટિન શેઈકનો અને બેટરીવાળી સાઈકલ બનાવવાનો બિઝનેસ શરૂ કર્યો છે. હાલ અમારી કંપની વર્ષે 18 કરોડ રૂપિયાનું ટર્ન ઓવર કરે છે.

મહેનત | યુનિક પવન ચક્કી સહિત ચાર વસ્તુની પેટન્ટ મેળવી

મંથન પીઠાવાલા
મિ કેનિકલ એન્જીયરિંગનો અભ્યાસ કર્યો. ડુમસના ઝિંગા તળાવોમાં જનરેટરનો ઉપયોગ કરવામાં આવતો હતો. ઝિંગા તળાવમાં વર્ષે 2 કરોડ રૂપિયાના ડિઝલનો ઉપયોગ થતો હતો. એટલે મને આઈડિયા આવ્યો કે, ડિઝલનો ખર્ચ કઈ રીતે બચાવી શકાય. મેં વિન્ટર બાઈટ નામથી પવન ચક્કીની નવી ડિઝાઈન બનાવી. 5 કિલોવોટની આ પવન ચક્કી માત્ર 45 હજાર રૂપિયામાં તૈયાર થાય છે. જેમાંથી માત્ર 1 રૂપિયાના ખર્ચે 1 યુનિટ વિજળીનું ઉત્પાદન કરી શકાય છે. આ પવન ચક્કીની ડિઝાઈનની, પવન ચક્કીની આરપીએમ કંટ્રોલિંગ સિસ્ટમની અને પવન ચક્કીના પાંખિયાની ડિઝાઈનની એમ મળીને કુલ 3 પેટન્ટ મેળવી છે. ત્યાર બાદ કાર્બન ફાયબર ઈ બાઈક ડિઝાઈન કરી છે. જેની પેર્ટન પણ મળી છે. આ બાઈકમાં માઈક્રો કોમ્પ્યુટર, વોઈસ કંટ્રોલથી ચાલી શકે તેવી સિસ્ટમ જનરેટ કરી. આ બાઈકમાં ઓટોગીયર હોય છે. બાઈકની યુએસપી એ છે કે, એમાં રિંગ વગર જ ટાયરને ફિટ કરી શકાય છે.

આઈડિયા જિસકા ઈન્ડિયા ઉસકા
સુરત | જિંદગીમાં આવતી મુશ્કેલીઓને ચેલેન્જ તરીકે સ્વિકારે એ લોકો સફળ થાય છે. આજે નેશનલ યુથ ડે છે ત્યારે સિટી ભાસ્કરે શહેરના એવા પાથબ્રેકર્સને શોધ્યા છે જેમણે લિગથી હટીને કામ કર્યુ છે, ખુબ જ સંઘર્ષ કરીને પોતાની આવડત વડે પોતાની જાતને સાબિત કરી બતાવી છે. અનેક પ્રોબ્લેમ્સ આવ્યા હોવા છતાં હાર માનવાની જગ્યાએ એનો સામી છાતીએ સામનો કરીને અલગ મુકામ હાસિંલ કર્યો છે.

યુવા દિવસ પર વાંચો મેહુલ વાંઝવાલા અને મિનાપાલનો સ્પેશિયલ રિપોર્ટ...!

જ્યારે પવન ચક્કીના આઈડિયા પર કામ કરવાની શરૂઆત કરી ત્યારે લોકો કહેતા ‘આ આઈડિયા સફળ નહીં થાય’

મને સિક્યોરીટી ગાર્ડ તરીકેની જોબ કરવામાં પણ શરમ નથી આવી કારણ કે મારી જરૂરિયાત હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો