તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

SVNITમાં જાતિ આધારે પ્રમોશન અને પગારનો લાભ અપાય છે : અધ્યાપકો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચેમ્બર ઓફ કોમર્સ ખાતે ઉદ્યોગકારો અને પ્રોફેસરો સાથે યોજાયેલી ચર્ચામાં હાજરી આપવા આવેલા રાજ્યકક્ષાના મંત્રી સત્યપાલ સિંઘે જ્ણાવ્યું હતું કે, સુરતમાં પીએચ.ડી.નું પરિણામ પહેલાં 54 ટકા હતું. હવે માત્ર 4 ટકા જ આવ્યું છે. બીજી તરફ SVNITના અધ્યાપકોએ જાતિ આધારે પ્રમોશન અને પગારનો લાભ અપાય છે તેવી વાત કરી હતી.

ચેમ્બર ઓફ કોમર્સ, નાનપુરા ખાતે મંગળવારે સાંજે રાજ્યકક્ષાના એચઆરડી મંત્રી સત્યપાલ સિંઘે ઉદ્યોગકારો અને શિક્ષણ જગતના આગેવાનો સાથે મીટિંગ કરી હતી. આ મીટિંગમાં મંત્રી સિંઘે જ્ણાવ્યું હતું કે, દેશમાં 900 યુનિવર્સિટી અને 41 હજાર કોલેજો છે, છતાં 74 ટકા વિદ્યાર્થીઓને હાયર એજ્યુકેશનનો લાભ મળતો નથી. તમે સમાચારો સાંભળો છો કે ઓપરેશન દરમ્યાન કોઇ ડોક્ટરે પેટમાં કાતર છોડી દીધી તો કોઇ એન્જિનિયરે બનાવેલો પુલ પડી ગયો, તમે સારા ડોક્ટર-એન્જિનિયર ત્યારે જ બની શકો જ્યારે સારું શિક્ષણ પૂરુ પડાય. આ શબ્દ ઉચ્ચારતા જ SVNITના પ્રોફેસરોએ ફરિયાદોનો મારો શરૂ કરી દીધો હતો.આસિ. પ્રોફેસરોએ એચઆરડી મંત્રીને રજૂઆત કરી હતી કે, તમે દેશમાં સારી એજ્યુકેશન સિસ્ટમ લાવવાની વાત કરો છો, પરંતુ એસવીએનઆઇટીમાં જ કાસ્ટ આધારે પ્રમોશન અપાય છે. આ વર્ષે જે 22 પ્રોફેસરમાંથી 40 ટકા પ્રોફેસર એટલે કે 9 જણાને પ્રમોશન મળવું જોઇતું હતું. ડિરેક્ટરે પોતાના માનીતા 17 જણાને પ્રમોટ કર્યા છે.

ચેમ્બર ઓફ કોમર્સમાં ઉદ્યાેગકારો અને પ્રોફેસરો સાથે સત્યાપાલ સિંઘની બેઠક

એર સ્ટ્રાઇકને મુદ્દે પોલિટિકલ બનાવવા કરતાં સૌએ સાથે મળીને ખુશ થવું જોઇએ
મંત્રી સિંઘે ચેમ્બરના કાર્યક્રમમાં એર સ્ટ્રાઇક વિશે ચર્ચા કરતાં જ્ણાવ્યું હતું કે, પુલવામાં થયેલા હુમલાને લઇને દેશના તમામ લોકોમાં નારાજગી હતી. જે એર સ્ટ્રાઇકનો નિર્ણય લેવાયો છે તે સર્વ પક્ષોએ સાથે મળીને કર્યો છે. આ મુદ્દાને પોલિટિકલ નહીં બનાવી સૌએ સાથે મળીને ખુશ થવું જોઇએ.

પીએચ.ડી.ની પરીક્ષાનું પરિણામ 4 ટકા જ આવ્યું
એચઆરડી મંત્રી સિંઘે ચેમ્બરમાં પોતાના સંવાદમાં જ્ણાવ્યું હતું કે, તેઓ જ્યારે મંગળવારે સવારે પદવીદાન સમારોહમાં હતા. ત્યારે કુલપતિએ તેમને કહ્યું હતું કે, પીએચ.ડી.ની એન્ટ્રેન્સ એક્ઝામનું પરિણામ જ્યાં પહેલાં 54 ટકા આવતું હતું. તે આ વર્ષે તેમણે કડકાઇ કરી તો ફક્ત 4 ટકા જ આવ્યું છે.

SVNITનો ક્રમ 68મો
પ્રોફેસરોને થતાં પ્રમોશન મુદ્દે અન્યાયની સાથે SVNITનો એનઆઇઆરએલ રેકિંગમાં SVNITનો ક્રમ છેલ્લી 3 વખતથી ઘટી રહ્યો હોવાની ફરિયાદ કરી હતી. થોડા વર્ષો પહેલાં SVNITનો નં.18 હતો. તે આજે વધીને 68મો થઇ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો