ઉધના અને વારાણસી વચ્ચે ખાનગી ટ્રેન દોડશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આવનારા દિવસોમાં વધુ એક ખાનગી ટ્રેન સુરતથી દોડતી દેખાશે.વારાણસી-ઉધના વચ્ચે દેશની ચોથી કોર્પોરેટ ટ્રેન દોડવા જઈ રહી છે. રેલવે બોર્ડે દ્વારા દેશમાં 150 ખાનગી ટ્રેનોના સંચાલન માટે જુદા જુદા ઝોનમાંથી રૂટ માંગ્યા હતા, જેમાંથી પશ્ચિમ રેલ્વેએ તેના ઝોનમાંથી કુલ 11 રૂટ આપ્યા હતા.ઉધનાથી ચાર રૂટ અપાયા હતા, જેમાં ઉધના-દાદર, ઉધના- આસનસોલ, ઉધના - પટણા અને ઉધના - વારાણસી રૂટ આપવામાં આવ્યો હતો.અપાયેલા ચારેય રૂટ પૈકી ઉધના -વારાણસી રૂટ પર પેસેન્જર ટ્રાફિક વધુ હોવાને લીધે એ રૂટ નક્કી કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં, ખાનગી ગાડીઓ ટૂંકા અંતર માટે તેજસની રેક સાથે દોડશે જ્યારે હમસફરનો રેક લાંબા અંતર માટે દોડાવવામાં આવશે. આ માટે એજન્સીની લાયકાત નક્કી કરવામાં આવી રહી છે. આ સંપૂર્ણ યોજના 22500 કરોડની હશે.

ઉધના -વારાણસી ટ્રેન માટે હમસફર રેકનો ઉપયોગ

આઇઆરસીટીસીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે,અમે ખાનગી ટ્રેનોના લાંબા રૂટ પર હમસફર રેકનો ઉપયોગ કરવાની યોજના બનાવી છે. જ્યારે ટૂંકા અંતરે એટલે કે 500 કિલોમીટરના અંતરે અમે તેજસ રેક ચલાવવાની યોજના બનાવી છે.રેલવે દ્વારા ખાનગી પાર્ટીને રોલિંગ સ્ટોક ઉપલબ્ધ કરાવાશે.ઓપરેશનલ ક્રૂ પણ રેલ્વેનો રહેશે, આ માટે એજન્સીએ રેલ્વે સાથે નફો વહેંચવો પડશે.

રેલવે બોર્ડે ચાર રૂટમાંથી પસંદગી કરી
અન્ય સમાચારો પણ છે...