તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જેલમાં મારામારી: સચિન પોલીસ સામે તપાસનો આદેશ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાજપોર જેલનો વહીવટ વખતોવખત વિવાદમાં આવી રહ્યો છે. જેલમાં મારામારી અને હુમલાની ઘટનાઓ છાસવારે બની રહી છે. તેમ છતાં લાજપોર જેલમાં સ્થિતિ સુધરવાનું નામ લેતી નથી. થોડા દિવસ પહેલા જ લાજપોર જેલમાં આરોપીને માર મારવાની ઘટનામાં સચિન પોલીસ મથકમાં ફરિયાદ થતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જો કે આ ફરિયાદ પર કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેથી પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરતી હોવાના આરોપ હેઠળ ફરિયાદી મહેશ સુતરીયાએ એડવોકેટ રાકેશભાઈ મૈસુરિયા મારફત કોર્ટમાં ક્રિમીનલ પ્રોસિજર કોડ 156 (3) હેઠળની અરજી કરી હતી. જે અરજી ગ્રાહ્ય રાખી કોર્ટે આ ફરિયાદ હેઠળ શું તપાસ કરી એ અંગે 30 દિવસમાં રિપોર્ટ કરવા હુકમ કર્યો હતો. આ તપાસનો આદેશ સચિન પોલીસ સામે કરવામાં આવ્યો હતો.જેને પગલે પોલીસ મથકના અધિકારીઓ દોડતા થઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...