તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat News Prior To The Tears Of Blood The Class Manager Bautani Falsely Implicated The Parents Now The Parents Oppose Bail 074006

લોહીના આંસુ સુકાય તે પહેલાં જ ક્લાસ સંચાલક બુટાણીએ વાલીઓને ફોસલાવી ખોટી એફિડેવિટ કરાવી, હવે વાલીઓએ જામીનનો વિરોધ કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તક્ષશિલા કાંડમાં સોમવારે આરોપી સંચાલક ભાર્ગવ બુટાણીની જામીન અરજીની સુનાવણીમાં નવો વળાંક આવ્યો હતો. અગાઉ જે બે વાલીઓએ આરોપીને જામીન આપવામાં આવે તો અમને વાંધો નથી એ પ્રકારની એફિડિવટ કરી હતી એ જ વાલીઓએ આરોપીએ ખોટી એફિડેવિટ પર સહી કરાવી હોવાની કેફિયત રજૂ કરી નવેસરથી કરેલી એફિડેવિટમાં જામીનનો વિરોધ કર્યો હતો. હવે આગામી 20મી જુને વધુ સુનાવણી થશે. આજે સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા અને વીથ પ્રોસિક્યુશન તરીકે મુખત્યાર શેખ હાજર રહ્યાં હતાં.

તક્ષશિલા અગ્નિકાંડમાં ક્લાસિસના સંચાલક ભાર્ગવ બુટાણીની ધરપકડ કરાઇ હતી. રિમાન્ડ બાદ આરોપીને જેલ હવાલે કરાયો હતો. સોમવારે જામીન સુનાવણી દરમિયાન અગ્નિકાંડમાં મોતને ભેટનારા બે વિદ્યાર્થીઓના વાલીઓએ કોર્ટમાં એફિડેવિટ કરીને બુટાણી જામીનનો વિરોધ કર્યો હતો. આજે એફિડેવિટ ઉપરાંત સરકાર પક્ષે વાંધા અરજી પણ કરાઇ હતી.

તક્ષશિલા કાંડના દોષીઓને સજા આપો

એફિડેવિટ | ખોટા સોગંધનામા પર સહી કરાવી જામીન માટે દુરપયોગની કોશિશ
બે વાલીઓએ એફિડેવિટમાં જણાવ્યું હતું કે મોતના પાંચ દિવસ બાદ આરોપી ભાર્ગવના કાકાનો છોકરો અને એડવોકેટની ઓફિસનો માણસ અમારા ઘરે આવ્યા હતા અને અમને ઉંઘુ-ચત્તુ સમજાવી બીજા વાલીઓએ પણ સહી કરી હોવાનું કહી અમારી અજ્ઞાતનો લાભ લઇ ખોટા સોગંદનામાં પર સહી કરાવી હતી. જેમાં શું લખ્યંુ હતું તે અમને વંચાવેલું નહીં. ઉપરોક્ત લખાણ ખોટું હોવાની જાણ થતાં તેને સેશન્સ કોર્ટમાં રજૂ કરી જામીન અરજીમાં તેનો દુરુપયોગ કરવાની કોશિષ કરી હતી. એક તરફ ડીસીબી તપાસ કરી રહી છે ત્યાં આરોપીઓએ સાક્ષીઓની તોડફોડ કરવાનું શરૂ કરી દીધું છે.

આગ લાગતા સંચાલકે રજા આપી ન હતી
અગ્નિકાંડના આરોપી ક્લાસિસ સંચાલક ભાર્ગવ બુટાણીની જામીન અરજીનો વિરોધ કરતી વાંધા અરજીમાં સરકાર પક્ષે જણાવાયુ હતુ કે તક્ષશિલા આર્કેડમાં જ્યારે આગ લાગી ત્યારે સમય હતો કે આરોપી કલાસિસમાં રજા જાહેર કરી વિદ્યાર્થીઓને નીચે જવા દેતે. પરંતુ તેણે આવંુ ન કરી વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂક્યા. બચ્ચાઓને સેઇફ પેસેજ આપાયો નહી અને પોતે ડોમની ઉપરના ભાગે પતરું તોડી ખુલ્લી હવા લઇ પોતાની જાન બચાવી લીધી હતી.

ભાર્ગવ બુટાણી

ભાર્ગવ બુટાણી

આરોપીએ જામીન અરજી પરત ખેંચવાની અરજી કરી
આજે આરોપી ભાર્ગવે જામીન અરજી પરત ખેંચવાની અરજી કરી હતી. જેનો સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ વાંધો લીધો હતો. આથી કોર્ટે આગામી સુનાવણી 20મી જુનના રોજ નિર્ધારિત કરી હતી. નોંધનીય છે કે વાલી દ્વારા એફિડેવિટ કરવામાં આવતા આ અરજી પરત લેવામાં આવી હોવાનું પણ ચર્ચામાં રહ્યુ હતુ.

સરકારી વકીલની સ્થળ મુલાકાત
સોમવારે મુખ્ય જિલ્લા સરકારી વકીલ અને તપાસકર્તા અધિકારી આર.આર. સરવૈયાએ અગ્નિકાંડવાળી બિલ્ડિંગની મુલાકાત લીધી હતી. દુર્ઘટના અને ત્યારબાદ ઊભી થયેલી પરિસ્થિતિનું નિરિક્ષણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...