રત્નકલાકારોના પરિવારને સહાય કરવા રજૂઆત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત રાજ્યમાં છેલ્લા પાંચ મહિનામાં સુરતના 10 મળી કુલ 15 રત્નકલાકારો દ્વારા આપઘાત કરાયા હોવાની યાદી ડાયમંડ વર્કર યુનિયન દ્વારા તૈયાર કરી રાજ્ય સરકારને સુપરત કરવામાં આવી છે.

તા.9મી સપ્ટેમ્બરે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા નાયબ મુખ્યમંત્રીને રત્નકલાકારોની કથળતી હાલત વિશે જાણ કરી તેમને આર્થિક સહાય કરવા રજૂઆત કરી હતી. ગુજરાતમાં છેલ્લા પાંચ માસમાં સુરતના 10 મળી કુલ 15 રત્નકલાકારોએ આપઘાત કર્યાની યાદી ડાયમંડ વર્કર યુનિયન દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ અંગે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકના જણાવ્યાનુસાર આપઘાત કરનારા રત્નકલાકારોના પરિવારને આર્થિક સહાય આપવા તથા વર્ષ 2008માં રાજ્ય સરકારે જાહેર કરેલી યોજના રત્નદીપ કૌશલ વર્ધકને પણ ફરી શરૂ કરવા રજૂઆત કરાઈ છે. આપઘાત કરનારા રત્નકલાકારોની યાદીમાં સુરતના 10, ભાવનગરના 3, ખંભાતના 1 અને 1 પાલનપુરના રત્નકલાકારે આપઘાત કર્યો છે. વધુમાં રત્નકલાકાર વિકાસ સંઘ દ્વારા પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવા માટે સમય મંગાયો છે.

અન્ય સમાચારો પણ છે...