તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેસુથી ડુમસ 10 કિમી વિસ્તારના લોકો માટે ફાયર સ્ટેશન તૈયાર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરના પોશ વિસ્તાર વેસુ વીઆઈપી રોડ પર આગામી 15મી માર્ચ સુધીમાં નવુ ફાયર સ્ટેશનનું લોકાપર્ણ કરાય તેવી શકયતા છે. અત્યાર સુધી આગ કે બીજી કોઈ મોટી હોનારત પોશ વિસ્તાર ગણાતા વેસુ વીઆઈપી રોડ, ન્યુ સિટીલાઈટ કે પછી કાંઠા વિસ્તારોમાં બનતી હતી તે વખતે મજૂરાગેટ ફાયર સ્ટેશનથી ફાયરની ગાડીને પહોંચતા લગભગ 15 થી 20 મિનિટનો સમય લાગતો હતો, જો કે હવે વેસુ વીઆઈપી રોડ પર નવુ ફાયર સ્ટેશન બની જતા હવે આ એરિયામાં આગ કે પછી અન્ય કોઈ હોનારત થશે તો ફાયરની ગાડી 10 થી 12 મિનીટમાં પહોંચી જશે, હાલમાં નવુ ફાયર સ્ટેશન બનીને તૈયાર છે માત્ર ઉદધાટનની રાહ જોવાય રહી છે. શહેરમાં 16મુ ફાયર સ્ટેશન છે.

આ હશે ફાયર સ્ટેશનની ક્ષમતા
1. ફાયર ફાઈટર 4

2. ફાયર એન્જીન 4

3. બોટ 1

4. એમ્બ્યુલન્સ 1

5. હાઈડ્રોલિક ક્રેન 1 (70 મીટરની ક્ષમતાવાળી)

15મી માર્ચ સુધીમાં ઉદ્ઘાટનની શક્યતા
કતારગામ, મજૂરા અને ભેસ્તાનમાં મોટા ફાયર સ્ટેશનો બનાવામાં આવ્યા છે એવી જ રીતે આ ચોથુ ફાયર સ્ટેશન વેસુ વીઆઈપી રોડ પર બનાવામાં આવ્યું છે. આગામી 15મી માર્ચ સુધીમાં નવા ફાયર સ્ટેશનને ખુલ્લુ મુકી દેવામાં આવશે, આમ તો શહેરમાં 14 ફાયર સ્ટેશનનો અને એક કામરેજમાં ફાયર સ્ટેશન છે. બી.કે.પરીખ, ચીફ ફાયર ઓફિસર

સિટી રિપોર્ટર | સુરત

શહેરના પોશ વિસ્તાર વેસુ વીઆઈપી રોડ પર આગામી 15મી માર્ચ સુધીમાં નવુ ફાયર સ્ટેશનનું લોકાપર્ણ કરાય તેવી શકયતા છે. અત્યાર સુધી આગ કે બીજી કોઈ મોટી હોનારત પોશ વિસ્તાર ગણાતા વેસુ વીઆઈપી રોડ, ન્યુ સિટીલાઈટ કે પછી કાંઠા વિસ્તારોમાં બનતી હતી તે વખતે મજૂરાગેટ ફાયર સ્ટેશનથી ફાયરની ગાડીને પહોંચતા લગભગ 15 થી 20 મિનિટનો સમય લાગતો હતો, જો કે હવે વેસુ વીઆઈપી રોડ પર નવુ ફાયર સ્ટેશન બની જતા હવે આ એરિયામાં આગ કે પછી અન્ય કોઈ હોનારત થશે તો ફાયરની ગાડી 10 થી 12 મિનીટમાં પહોંચી જશે, હાલમાં નવુ ફાયર સ્ટેશન બનીને તૈયાર છે માત્ર ઉદધાટનની રાહ જોવાય રહી છે. શહેરમાં 16મુ ફાયર સ્ટેશન છે.

લાખો લોકોને આ સેવાનો લાભ મળશે
નવા ફાયર સ્ટેશનમાં 10 કિલોમીટરના એરિયાને લેવામાં આવ્યો છે. જેમાં વેસુ, ન્યુ સિટીલાઈટ રોડ, મગદલ્લા, આભવા, ગવિયર, ભીમપોર,ડુમસ અને એરપોર્ટ સહિતનો વિસ્તાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો