તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

16મીથી 72 મા વાર્ષિક નિરંકારી સંત સમાગમ માટેની તૈયારીઓ પૂર્ણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફરી એકવાર સમલખાના જીટી રોડ પર સ્થિત સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ પર મેદાનોમાં એક સુંદર શહેર તૈયાર થઈ ગયું છે. સુરત ઝોનના પ્રભારી ઓમકારસિંહે માહિતી આપી હતી કે સમાલખામાં સદગુરુ માતા સુદિક્ષા જી મહારાજના સહયોગથી 16 નવેમ્બરથી 72માં ત્રણ દિવસીય નિરંકારી સંત સમાગમનું આયોજન કરવામાં આવ્યું છે. સમાગમની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે ગુજરાતમાંથી હજારો નિરંકારી સેવા-ભક્તો સતત રોકાયેલા હતા, તે પૂર્ણ થઈ ગયું છે.

તેમણે કહ્યું કે, દેશના તમામ રાજ્યો અને દૂરના દેશોના લાખો ભક્તોની સાથે ગુજરાતના પચાસ હજાર નિરંકારી ભક્તો સંત સમાગમમાં ભાગ લઈ રહ્યા છે. લાખો ભક્તોના રહેવા અને જમવાની વ્યવસ્થા વગેરે સ્થળોએ રહેશે. તેને ધ્યાનમાં રાખીને, તમામ મેદાનમાં પાણી, વીજળી, પરિવહન અને અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. મુખ્ય સત્સંગ પંડાલ ઉપરાંત સંત નિરંકારી મંડળના વિવિધ વિભાગો દ્વારા બહારથી આવતા ભક્તોની સહાય માટે કાર્યાલય બનાવવામાં આવશે. જ્યાં પ્રકાશન વિભાગ વતી જુદા જુદા સ્થળોએ સ્ટોલ ઉભા કરવામાં આવશે ત્યાં જ નિરંકારી પ્રદર્શન મંડળમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.

સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ મંડળના મેદાનમાં ઘણો સમય વિતાવે છે અને મંડળની સેવાઓમાં વ્યસ્ત ભક્તોને આશીર્વાદ આપે છે. સદગુરૂ માતાજીની ઇચ્છા છે કે સમાગમમાં ભાગ લેનારા તમામ ભક્તોને કોઈ અસુવિધા ન થાય, બધા સમાગમનો સરળતાથી આનંદ લઇ શકે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સંત સમાગમની થીમ સંત નિરંકારી મિશનના 90 વર્ષ સત્ય, પ્રેમ, એકતા છે. બાબા બુટાસિંહજીએ 1929 માં નિરંકારી મિશનની શરૂઆત કરી હતી. 1948માં બાબા અવતારસિંહજી દ્વારા શરૂ થયેલ નિરંકારી સંત સમાગમ બાબા ગુરુબાચન સિંહજી, બાબા હરદેવસિંહજી અને માતા સવિન્દરજીના માર્ગદર્શન હેઠળ દિલ્હીમાં થતો રહ્યો. જેમાં ભક્તોની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો હતો. હરિયાણાના સમલખામાં પહેલી વાર સદ્દગુરૂ માતા સુદિક્ષાજી મહારાજના માર્ગદર્શન હેઠળ ગયા વર્ષે નવેમ્બરમાં 71 મો નિરંકારી સંત સમાગમ યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...