CBSE સ્કૂલોના વિદ્યાર્થીઓને આપવામાં આવી પ્રિપરેશન લીવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

cbse update

સિટી રિપોર્ટર . સુરત

સીબીએસઇ બોર્ડ પરિક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. સીબીએસઇ સ્કૂલોમાં પ્રિપરેશન લીવ આપવામાં આવી છે. વિદ્યાર્થીઓને છૂટ આપવામાં છે કે, કોઇ પણ ડાઉટ હોય તો શા‌ળા જઇને શિક્ષક સાથે ચર્ચા કરી શકશે. એવી જ રીતે બોર્ડની પદ્ધતિથી પરિક્ષા લેવામાં આવી રહી છે. જેનાથી વિદ્યાર્થીઓનો બોર્ડની પરિક્ષા આપવાનો ડર દુર થશે. પ્રિ-બોર્ડની પરિક્ષા 15 ફેબ્રુઆરી સુધી થશે. મોખિક પરિક્ષા સોલ્વ કરી પ્રેક્ટિસ કરાવવામાં આવશે. પ્રિપરેશન લીવ આપવા પહેલા શહેરમાં સીબીએસઇ સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ સેશન લેવાની સાથે પેરેન્ટ્સ ગાઇડન્સ માટે પણ વર્કશોપ રાખવામાં આવશે. એટલે પેરેન્ટ્સ પોતાના બાળકોની પરિક્ષાના સમયે એમનું ખાવા પીવાનું ધ્યાન રાખી શકશે. પરીક્ષા ખૂબ જ નજીક આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ સમયનો યોગ્ય ઉપયોગ કરીને પરીક્ષાની સારી રીતૈ તૈયારી કરી શકે તે માટે સીબીએસઈ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને પ્રિપરેશન લિવ આપવામાં આવી રહી છે.જેનાથી વિદ્યાર્થીઓને સ્કૂલે આવવા અને જવાનો સમય બચશે. જે સમયમાં વિદ્યાર્થીઓ તૈયારી કરી શકશે.
અન્ય સમાચારો પણ છે...