મુંબઇ ડિવિઝનોના સ્ટેશનો પર 1લી જૂન પૂર્વે પ્રિ-મોન્સૂન કામ પૂરું કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | સુરત

પશ્ચિમ રેલવે દ્વારા સુરત અને ઉધના સહિતના મુંબઈ ડિવિઝનના તમામ રેલવે સ્ટેશનો અને રેલવે ટ્રેક પર પ્રિ-મોનસૂન કામગીરી શરુ કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. મુંબઈ ડિવિઝન દ્વારા સબર્બન અને નોન -સબર્બન સેક્શનો પર પ્રિ-મોનસૂન કામગીરી કરવામાં આવશે. જેમાં રેલવે ટ્રેકના તમામ ગરનાળાનું મેઇન્ટેનન્સ કરવામાં આવશે અને લિકેજની સમસ્યાનું સમાધાન કરાશે. આટલું જ નહિ પણ રેલવે ટ્રેક પર જે સેક્શનમાં ગત સીઝનમાં પાણી જમા થયું હતું એ સેક્શન પર આ સીઝનમાં પાણી ન ભરાય એ માટે આયોજન કરવામાં આવશે. સુરત અને ઉધના રેલવે સ્ટેશને મુસળધાર વરસાદમાં પણ મુસાફરોને કોઈ અગવડ ન પડે એની તૈયારીઓ શરુ કરવામાં આવી છે. પ.રેલવેના જનસંપર્ક અધિકારી રવિન્દ્ર ભાકરે કહ્યું કે, 1 જૂની સુધીમાં પહેલા ચરણનું કામ પૂરું કરી દેવાશે.

અન્ય સમાચારો પણ છે...