પ્રભુ સ્વામી નારાયણે 20 લાખ લોકોને નિર્વ્યસની બનાવ્યાઃ ભગવતપ્રિયદાસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતીય સંસ્કૃતિ સર્વોત્તમ છે. તેમાં કીડીથી લઈને સમગ્ર સૃષ્ટિના વિરાટ સ્વરૂપના ભલાની ઉમદા ભાવના રહેલી છે, ભગવાન સ્વામીનારાયણે પણ આ સંસ્કૃતિને આગળ ધપાવવા માટે જીવન પૂર્ણ કર્યું. તેમણે 20 લાખથી વધુ લોકોને નિર્વ્યસની બનાવ્યા હતા. શાસ્ત્રી ભગવતપ્રિયદાસ મહારાજે આ શબ્દે 11માં પાટોત્સવમાં કહ્યાં હતા.

સ્વામીનારાયણ મંદિર સરથાણામાં સ્વામી ભગવત પ્રિયદાસ અને જિતેન્દ્રપ્રિયદાસ મહારાજના સાંનિધ્યમાં 11માં પાટોત્સવની ઉજવણી ચાલી રહી છે. આ પ્રસંગે શાસ્ત્રી ભગવતપ્રિયદાસે કહ્યું કે ભગવાન સ્વામીનારાયણે 2500થી વધુ યુવાનોને દીક્ષા આપી હતી. સમારોહમાં શાસ્ત્રી જિતેન્દ્રપ્રિયદાસે કહ્યું કે સમાજમાં ચાલતા કુરિવાજો અને વ્યસનોને દુર કરવા માટે ભગવાને અથાગ પ્રયત્નો કર્યા. યુવાનોને દીક્ષા આપ્યા બાદ ધર્મ અને સંસ્કૃતિ માટે પ્રેરણા આપી. આપણને ભગવાનનું શરણું મળ્યું તે અહોભાગ્ય છે.

ભગવાને શિક્ષાપત્રી અને વચનામૃત જેવા ગ્રંથો પણ એટલા માટે જ આપ્યા કે ભારતીય સંસ્કૃતિની ધરોહર નવી પેઢીમાં સિંચાતી રહે. આપણે તેમણે દર્શાવેલા માર્ગે ચાલી નિયમોનુ પાલન કરતા કરતા સેવા પરાયણ જીવન જીવવું જોઈએ. સ્વામી ભગવાનના આ ગ્રંથો સદીઓ સુધી નવી પેઢીને માર્ગદર્શક બનશે.

સમારોહમાં શ્રી સ્વામીનારાયણ ગાદી ગ્રંથ અને અબજાબાપાની વાતોની સમૂહ પારાયણ સાથે મહાપૂજા કરાઈ હતી. અંતે આરતી સાથે બુધવારનો કાર્યક્રમ
પૂર્ણ થયો હતો. આજે પાટોત્સવ નિમિત્તે ભગવાનને અન્નકૂટ ધરાવાશે. સવારે ધ્વજારોહણ, ષોડષોપચાર પૂજા અને મહાપ્રસાદીના કાર્યક્રમો સાથે પાટોત્સવની પૂર્ણાહુતિ થશે.

સરથાણામાં સ્વામિ. મંદિરમાં પાટોત્સવ પ્રસંગે પારાયણ

_photocaption_સંતોએ અબજીબાપા અને શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પારાયણ કહ્યું.*photocaption*
અન્ય સમાચારો પણ છે...