તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રભુ ભજનમાં ભૂખ પણ ભુલી જવાય તે જ સાચો ઉપવાસ કહેવાય : શાસ્ત્રી રાકેશભાઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાગવતમાં ક્યાંય લખ્યું નથી કે ઉપવાસ કરવો, નહીં તો કૃષ્ણ ભગવાનની લીલામાં તેનો ઉલ્લેખ હોત. ઉપવાસ એટલે પ્રભુ પાસે વાસ કરવો, એ સાચો ઉપવાસ. પ્રભુ ભજનમાં ભૂખ પણ ભુલી જવાય તે ઉપવાસ. કથાકાર રાકેશભાઈ જોશીએ આ શબ્દો સગરામપુરાની કથામાં કહ્યાં હતા.

શનિવારે સગરામપુરામાં ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથામાં વૃંદાવનની વિવિધ લીલોઓનું વર્ણન કરી આજના યુગ પ્રમાણે સમજ પ્રસ્તુત કરાઈ હતી. આ પ્રસંગે કથાકાર રાકેશભાઈ જોશીએ કહ્યું કે પાંચ જ્ઞાનેન્દ્રીય, પાંચ કર્મેન્દ્રીય અને મન આ અગિયારને કાબૂમાં રાખો તો પરમાત્મા નજીક છે. નિસ્વાર્થ ભાવે પરમાત્માને ભજો. ગોપીઓનો પ્રેમ ભગવાન પ્રત્યે નિઃસ્વાર્થ હોવાથી હૃદયથી ભગવાન સદા તેમની સાથે રહ્યાં. ભગવાને ગોપીઓ સાથે રાસનો આનંદ લીધો. જે રસને જીતે તે જ રાસ છે. જે રસને જીતે તે સર્વસ્વ જીતે છે. રાસ રમતા પહેલા ભગવાને ગોપીઓની પરીક્ષા લીધી હતી. ગોકુળ એટલે ઇન્દ્રીયોનો સમૂહ. જે ઇન્દ્રીયોને છોડે તે કંસરૂપી અહંકારને જીતે છે. મંદિરની બહાર પગરખા એટલે કાઢવાના છે કે અહંકારને ત્યાં જ મુકવાનો છે. ગોકુળ છોડ્યા બાદ ભગવાન જ્યારે ઉદ્ધવજીને ગોપીઓના હાલ પુછવા ગોકુળ મોકલે છે, ત્યારે ગોપીઓ સાથેનો ઉદ્ધવનો સંવાદ પરમાત્માના પ્રેમની અભિવ્યક્તિ છે. ગોપીઓના વિરહની વેદના એટલે ગોપીગીત. ત્યારબાદ રુક્મણી વિવાહનો પ્રસંગ ઉજવાયો હતો. આજે સુદામાચરિત્ર સાથે કથાનો વિરામ થશે.

ભાગવત કથામાં ઉપસ્થિત બ્રહ્મ બાળકોને જનોઇ ધારણ કરાવવામાં આવી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો