તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેમ્બર દ્વારા બાંગ્લાદેશમાં થનારા ટેક્સટાઈલ એક્સ્પો કોરોનાના કારણે પોસ્ટપોન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ટેક્સટાઈલ સિટી સુરતના ઉદ્યોગકારો દ્વારા સૌ પ્રથમ વખત બાંગ્લાદેશના ઢાંકામાં ટેક્સટાઈલ એક્ઝિબિશન થનારું હતું, જેનું આયોજન ધી સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું. જોકે,કોરોના વાયરસના કારણે પબ્લિક ગેધરીંગ પ્રોગ્રામ નહીં કરવાનું સૂચન કરાતા તા.2 થી 3 એપ્રિલ દરમિયાન યોજાનારો આ એક્ઝિબિશન હાલ પુરતો પોસ્ટપોન કરાયો છે. જે હવે જુનમાં યોજાય તેવી વકી છે.

સૌ પ્રથમ વખત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દેશની બહાર ટેક્સટાઈલનું એક્ઝિબિશનનું આયોજન કરાયું હતું. જેને સુરતના ઉદ્યોગકારોએ હકારાત્મક પ્રતિસાદ આપતાં અત્યાર સુધી કુલ 130 પૈકી 108 એક્ઝિબિટર્સે કન્ફર્મેશન આપ્યું હતું. જોકે, ચાઈના-હોંગકોંગમાં સર્જાયેલી કોરોના વાયરસની મહામારી અન્ય દેશો સુધી પણ પહોંચી ચૂકી છે. ત્યારે દરેક દેશો પોત-પોતાની રીતે સુરક્ષાના પગલાં લઈ રહ્યું છે. અત્યાર સુધી જેમ એન્ડ જ્વેલરીનું હોંગકોંગમાં થનારું એક્ઝિબિશન રદ્દ થઈ ચુક્યુ છે. જ્યારે જેમ્સ સ્ટોનનું જુન માસમાં જયપુરમાં થનારું એક્ઝિબિશન પણ રદ્દ થઈ ચૂક્યું છે. આ ઉપરાંત જો શહેરની વાત કરવામાં આવે તો બિઝનેસને લગતાં વિવિધ ગેધરીંગ પણ રદ્દ થઈ ચૂક્યા છે. એવું ચેમ્બરનું મહત્વકાંક્ષી એક્ઝિબિશન જે બાંગ્લાદેશમાં તા.2 થી 4 એપ્રિલ દરમિયાન થનારું હતું તે પણ હાલ પુરતું પોસ્ટપોન કરી દેવાયું છે. આ અંગે ચેમ્બરના એક્ઝિબિશન સેલ હેડના ચેરમેન દેવેશ પટેલ જણાવે છે કે, સુરતની સારો પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ ત્યાંની ગર્વમેન્ટ દ્વારા સાવચેતીના પગલાં પબ્લિક ગેધરીંગ હાલ પૂરતી નહીં કરવા માટેનો નિર્ણય કર્યો છે. જેને લઈને એક્ઝિબિશન હાલ પોસ્ટપોન કરાયું છે. જે જુન માસમાં થાય તેવું આયોજન થઈ રહ્યું છે

સુરતના 108 એક્ઝિબિટર્સે કન્ફર્મેશન આપ્યું હતું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો