તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેલવે સ્ટેશને 2 સ્ટોલ પર POS મશીન મુકાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : સુરત રેલવે સ્ટેશનના ફૂડ સ્ટોલ પર પર હવે યાત્રીઓને મીની એટીએમની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. મંગળવારે રેલવે પ્લેટફોર્મના 2 ફૂડ સ્ટોલ પર મીની એટીએમ ફિટ કરાયા છે. પ્લેટફોર્મના તમામ સ્ટોલ પર એટીએમ ફિટ કરવાની યોજના છે, હાલ 2 સ્ટોલ પર એટીએમ ફિટ કર્યા છે. સ્ટોલ સંચાલકોને સપ્તાહ સુધી ટ્રેનિંગ અપાશે. બાદ આ સુવિધાનો મુસાફરો ઉપયોગ કરી શકશે. ડિજિટલ ઇન્ડિયા હેઠળ ભારતીય રેલવે ને એસબીઆઈનું પ્લેટફોર્મ પર એટીએમ સેવા ઊભી કરવાનું સંયુક્ત સાહસ છે. સુરત રેલવે સ્ટેશન પર હાલ 34 ફૂડ સ્ટોલ છે જેમાં બિલિંગ મશીન મૂક્યા છે હવે તમામ સ્ટોલ પર પીઓએસ મશીન મૂકી સુવિધા અપાશે. મુસાફરો માત્ર રૂ.2000 સુધીની જ રકમ ઉપાડી શકશે.સ્ટોલ સંચાલકોને પર ટ્રાન્સઝેક્શન દીઠ 5 રૂપિયા મળશે.

અન્ય સમાચારો પણ છે...