પ્રદૂષણ વધ્યુ છે ‘બસ’ કરો ચેલેન્જ શરૂ કરી BRTS-સિટી બસનો ઉપયોગ કરવા માટે યંગસ્ટર્સ અપીલ કરી રહ્યાં છે

Surat News - pollution increased 39just do39 challenge launches youngsters applying to use brts city bus 074528

DivyaBhaskar News Network

Nov 17, 2019, 07:45 AM IST
વર્તમાન સમયમાં શહેરમાં પ્લાસ્ટીક મુક્તિ તેમજ પ્રદૂષણમુક્ત વાતાવરણ માટેના વિવિધ પ્રયત્નો થઈ રહ્યાં છે. ત્યારે શહેરના એક યંગસ્ટર્સ ગૃપ દ્રારા પ્રોજેકટ સુરત નામનું અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. જેની થીમ પ્રદૂષણ વધ્યુ હવે ‘બસ’ કરો કેમ્પેઈનની શરૂઆત કરવામાં આવી છે. આ કેમ્પેઈનનો હેતુ એ છે કે શહેરના વધુને વધુ લોકો બીઆરટીએસ અને સીટી બસનો ઉપયોગ કરો અને પર્યાવરણ સાથે પરિવહન ખર્ચ પણ બચે. આ અભિયાન દ્રારા શહેરના લોકોને ‘બસ’ કરો ચેલેન્જ આપવામાં આવી છે. આ ચેલેન્જ સ્વિકારની અને પ્રાઈવેટ વ્હિકીલની જગ્યાએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાનો હોય છે.

BRTS અને સિટી બસમાં ટ્રાવેલિંગ કરવાનો મેસેજ આપવા કેમ્પેઈન શરૂ કરાયું

ચેલેન્જમાં ભાગ લેનારના વિડિયાને સોશિયલ મિડિયા પર મુકી એપ્રિશિએટ કરવામાં આવે છે, 500 લોકો જોડાયા

40 મેમ્બરો દ્વારા આ ચેલેન્જ શરૂ કરવામાં આવી હતી, અત્યાર સુધીમાં 500 સુરતીઓ આ ચેલેન્જમાં જોડાય છે. કોઈ પણ લોકો આ કેમ્પેઈનમાં જોડાઈને પ્રદૂષણ અટકાવવા માટે મદદ કરી શકે છે. જેટલા વધારે લોકો આ કેમ્પેઈનમાં જોડાશે તેટલું શહેરમાં પ્રદૂષણ ઓછું થશે.

1 ડિસેમ્બરે પ્રોજેકટ સુરત દ્રારા ડુમસ કલીનઅપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ કેમ્પેનમાં ડુમસ દરિયા કિનારની સફાઈ કરવામાં આવશે.

ડુમસ આવનાર લોકોએ બીઆરટીએસ અથવા સિટી બસમાં આવવું પડશે. પછી દરેક ઈવેન્ટમાં આ રીતે કરવામાં આવશે.

અમારુ ગૃપ હંમેશા સોશિયલ સમસ્યા પર કોઈને કોઈ રીતે અવેરનેસ લાવવાના પ્રયત્નો કરે છે. હાલમાં શહેરમાં પ્રદૂષણની સમસ્યા ખૂબ વધી ગઈ છે. વાહનોની સંખ્યા વધતી જાય છે. પ્રદૂષણને કારણે બીમારીનું પ્રમાણ પણ વધતુ જાય છે. તેમજ આપણી સામે બીઆરટીએસની સુવિધા પણ ઉપલબ્ધ છે જેનો ઉપયોગ કરીને આપણે પરીવહન ખર્ચ અને પ્રદૂષણની સમસ્યા દૂર કરી શકીએ. તેથી અમે આ અભિયાન શરૂ કર્યુ. અા અભિયાન શરૂ કરીને ત્રણ દિવસ થયા છે. - આકાશ બંસલ, ગૃપ મેમ્બર

પ્રદૂષણ વધ્યુ છે ‘બસ’ કરો ચેલેન્જ સ્વિકારનાર વ્યક્તિએ પ્રાઈવેટ વ્હિકલની જગ્યાએ પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે બીઆરટીએસ અથવા સિટી બસમાં સફર કરવાની હોય છે. જેનો નાની વિડિયો લઈને સોશિયલ મિડિયા પર શેર કરવાનો છે. સાથે હેસટેગવીડીડધીસફોરઅર્થ વાપરી તમારી પોસ્ટ શેર કરવાની રહેશે. આ કેમ્પેઈનમાં અત્યાર સુધીમાં 500થી વધારે સુરતીઓ જોડાઈ ચુક્યા છે. સુરતના કોઈ પણ લોકો આ કેમ્પેઈનમાં જોડાઈને સુરત શહેરને પ્રદૂષણ મુક્ત કરવામાં સહયોગ આપી શકે છે. સુરતમાં દિવસે દિવસે વાહન વધી રહ્યાં છે જેને કારણે હવાનું પ્રદૂષણ પણ વધી રહ્યું છે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને સમય અને રૂપિયાની પણ બચત થશે.

X
Surat News - pollution increased 39just do39 challenge launches youngsters applying to use brts city bus 074528
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી