તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

29મી સુધી જીમ, સ્કૂલો, મલ્ટીપ્લેક્સ ખુલ્લા રહેશે તો પોલીસ ફરિયાદ કરશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત શહેરમાં જ્યાં વધુ પ્રમાણમાં લોકો ભેગા થાય એવા મલ્ટીપ્લેક્સ સહિતના સંસ્થાઓ બંધ રાખવામાં આવે તે માટે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. કોરોના વાઇરસને ફેલાતો રોકાવા માટે પોલીસ કમિશનરે ફોજદારી કાર્યરીતી અધિનિયમ 1973ની કલમ 144 તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 37(4) મુજબ હુકમ કરીને કેટલાક પ્રતિબંધો લાદ્યા છે. તેમાં મલ્ટીપ્લેક્સ,સિનેમા અને નાટ્યગૃહો કે જ્યાં વધુ લોકો ભેગા થાય એવા સ્થળો જાહેર જનતા માટે 19 થી 29 માર્ચ સુધી બંધ રહેશે. શહેરમાં જીમ, સ્પોર્ટસ કોમ્પ્લેક્સ,સ્વિમિંગ પુલ, ડાન્સ ક્લાસીસ, ગેમ ઝોન, ક્લબ હાઉસ, શૈક્ષણિક સંસ્થાઓ, ટ્યુશન ક્લાસ પણ 19થી 29 માર્ચ સુધી બંધ રહેશે.હોટલ,રેસ્ટોરન્ટ,ખાણી-પીણીના સ્થળો, તેમજ જાહેર ખાનગી સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં લોકોની ભીડ થતી હોય તેવા સ્થળોના સંચાલકોએ સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ જરૂરી સેનિટાઇઝેશન અને હાઇજીનની વ્યવસ્થા કરી પુરતી તકેદારી રાખવાની રહેશે. જો પોલીસ કમિશનરના આ જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાશેે. સ્મશાનયાત્રા અને લગ્નના વરઘોડાને આ જાહેરનામુ લાગુ પડશે નહીં. મોલ પણ શરૂ રહેશે. જોકે આ જાહેરનામાનો એવો અર્થ નથી કે એક સ્થળે ચાર અથવા ચારથી વધુ લોકો ભેગા ન થાય.

અન્ય સમાચારો પણ છે...