તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જુગારનો અડ્ડો શરૂ કરવા પોલીસનો ભાવ પચાસ હજાર, PCBનો હે.કો. સહિત 3 લાંચ લેતા ઝબ્બે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

બે અઠવાડિયા પહેલા ઉમરા પોલીસનો કોન્સ્ટેબલ શૈલેષ ગાગીયા 50 હજારની લાંચ લેતા પકડાયો ત્યાર બાદ પણ સુરત પોલીસમાં લાંચ લેવાનું બંધ થયું નથી. વધુ એક પોલીસકર્મી શનિવારે પકડાયો હતો. જેમાં પ્રિવેન્શન ક્રાઇમ બ્રાંચ(પીસીબી)નો કેશિયર હેડ કોન્સ્ટેબલ ચેતન સિમ્પી તેના બે માણસો સાથે 50 હજારની લાંચમાં ભેરવાયો છે. એસીબીએ શનિવારે સાંજે અઠવાલાઇન્સ ચોપાટી પર બનારસી પાન સેન્ટર પર છટકું ગોઠવી ચેતન સિમ્પીના બે માણસોને 50 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડયા હતા. ત્યાર બાદ એસીબીએ ગણતરીની મિનીટોમાં ચેતનને પણ પકડી લીધો હતો. ચેતનનો 40 થી 42 હજારનો પગાર છે. રિટાયર પોલીસ કમિશનર સતીશ શર્માએ અગાઉ ચેતન સિમ્પીની ટ્રાફિકમાં બદલી કરી હતી. ચેતન સિમ્પીટ્રાફિક પહેલાં સુરત જિલ્લા પોલીસમાં હતો. ત્યાંથી સુરત શહેર પોલીસમાં નશાબંધી, સચિન, ડુમસ, ડીસીબી, ટ્રાફિક અને હાલમાં પીસીબીમાં હતો.

લાંચ કેવી રીતે સ્વીકારી


ચેતને 50 હજારની લાંચની રકમ માટે વાતચીત કરી હતી. ત્યાર પછી 50 હજારની રકમ અઠવાલાઇન્સ ચોપાટી બનારસી પાન સેન્ટર પર આપી દેવાની વાત કરી હતી. જેથી લાંચની રકમ બનારસી પાન સેન્ટરના માલિક પ્રફુલ ઠાકોરને આપી હતી. પ્રફુલે આ લાંચની રકમ દુકાન પર ઊભેલા ચેતન સિમ્પીના માણસ પ્રમોદને ગણવા માટે આપી હતી. પ્રમોદ રાવતે લાંચની રકમ ગણી દુકાનના ડ્રોઅરમાં મુકી દીધી હતી.

છેલ્લા 15 દિવસમાં શહેર પોલીસ ખાતા પર એસીબીની બીજી ટ્રેપ

અઠવાલાઇન્સ ચોપાટીના પાન સેન્ટર પર લાંચ આપી જવા ધમકી આપી હતી

શા માટે લાંચની માંગણી કરી | સચીન-ઉનમાં સટ્ટાનો અડ્ડો ચાલુ કરવા માટે પીસીબીના હેડ કોન્સ્ટેબલ ચેતન સિમ્પીએ 50 હજારનો વ્યવહાર કરવાની વાત નક્કી કરી હતી. આંકડા અને સટ્ટોનો અડ્ડો ચાલુ કર્યો ન હોવા છતાં ચેતન સિમ્પીએ ફરિયાદીને ગાળો આપી 50 હજારની માંગણી કરી હતી. જેના કારણે એસીબીમાં ફરિયાદ થઈ હતી.


ચેતન થોડા અંતરે દુકાન પર ટેબલ-ખુરશી નાખી બેઠો હતો | ચોપાટી પાસે બનારસી પાન સેન્ટરથી થોડા અંતરે ખાણી-પીણીના ટેબલ-ખુરશી પર ચેતન સિમ્પી તેના બે મિત્રો સાથે બેસી ટાઇમ પાસ કરતો હતો. તે સમયે એસીબીએ તેના બે માણસોને પકડી પાડયા ત્યારે થોડા અંતરે ચેતનહોવાની માહિતી મળતા એસીબીએ તેને પણ દબોચી લીધો હતો.

પ્રમોદકુમાર શંકર રાવત

રહે. એસએમસી
કવાટર્સ, પિપલોદ

લાંચમાં પકડાયેલો પોલીસ અને ખાનગી માણસો

પ્રફુલ રમેશ ઠાકોર

રહે. માનસરોવર સોસા., કૈલાશનગર પાસે, ડિંડોલી

ચેતન વંસતરાવ સિમ્પી હે.કો. પીસીબી
(રહે. હરિનગર-1, ઉધના)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો