તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IIFL 13 કરોડના લૂંટમાં તમંચા-કોયતાની MOથી મહારાષ્ટ્રની અન્ના ગેંગ હોવાની પોલીસને આશંકા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપી સેલવાસ મેઇન રોડ પર ચણોદમાં આવેલ ચંદ્રલોક કોમ્પ્લેક્ષના પહેલા માળે સોના પર લોન આપતી આયઆયએફએલ બ્રાંચમાં ગુરૂવારે સવારે 10 વાગે 6 લૂંટારૂઓ તમંચા અને કોયતા કર્મચારીઓને બતાવી સબકે સબ એક કોને મેં ખડે હો જાઓ કહી તમામના હાથ-પગ અને મોઢા પર સેલોટેપ બાંધીને બંધક બનાવ્યા હતા. ત્યારબાદ લોકરમાંથી રોકડા રૂ.3.21 લાખ અને 31.728 કિલો દાગીના મળી રૂ.6,58,99,328 કે જે હાલ બજાર ભાવ પ્રમાણે 13 કરોડ થાય છે તેની લૂંટ ચલાવી તેઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. બ્રાંચ બહારના સીસીટીવી ફૂટેજ પ્રમાણે તેઓ કારમાં મુદ્દામાલ ભરી વાપી ચારરસ્તા હાઇવે તરફ ભાગ્યા હતા. ત્યારબાદ લૂંટારૂઓ અંતરિયાળ માર્ગે મહારાષ્ટ્ર તરફ ભાગ્યા હોવાનું પોલીસનું અનુમાન છે. પોલીસે સુરત રેંજની તમામ તપાસ એજન્સી સાથે રાખી આ ગેંગને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે. ખાસ કરીને મહારાષ્ટ્રની અન્ના ગેંગ જે તમંચા અને કોયતા વડે દાગીનાની લૂંટ ચલાવે છે તે ગેંગ ઉપર શંકા જતા પોલીસે તે દિશામાં પણ આગળની તપાસ હાથ ધરી છે.

લૂંટારૂ અંતરિયાળ માર્ગથી મહારાષ્ટ્ર તરફ ભાગ્યા હોવાનું અનુમાન
ગેસ્ટ હાઉસમાં રોકાઇ રેકીની શંકા
કરોડો રૂપિયાના દાગીનાની લૂંટ ચલાવનારા લૂંટારૂઓએ ઘણા દિવસ પહેલાથી સ્થળની રેકી કરી હશે. જે માટે તેઓ બ્રાંચના આસપાસમાં જ કોઇ જગ્યાએ રોકાયા હશે તેવું મનાય છે. અગાઉ વાપીના વેપારીને ટેસ્ટ ડ્રાઇવ દરમિયાન કારમાં અપહરણ કરી વડોદરા લઇ જનારા આરોપીઓ ચંદ્રલોક કોમ્પ્લેક્ષની બાજુમાં આવેલ હરિરાજ ગેસ્ટહાઉસમાં રોકાયા હતા અને રેકી કર્યા બાદ ઘટનાને અંજામ આપ્યા હોવાની માહિતી મળી રહી છે. ત્યારે વેપારીના ચશ્માની દુકાન ઉપર જ આવેલી આયઆયએફએલ બ્રાંચમાં પણ રેકી કરવા બાજુના ગેસ્ટ હાઉસમાં રોકાયા હશે તેવી ચર્ચાએ જોર પકડી છે.

ગ્રાહકોને 90 દિવસમાં બજાર ભાવે દાગીનાના રૂપિયા ચુકવાશે
વાપી નજીક ચણોદ સ્થિત આઇઆઇએફએલના બ્રાંચ મેનેજરના જણાવ્યા મુજબ જો 7 દિવસમાં આરોપીઓ મુદ્દામાલ સાથે પકડાઇ જાય તો ગ્રાહકને ઓપ્શન આપવામાં આવશે.જેમાં પહેલાની જેમ વ્યવહાર રાખવાનો વિકલ્પ આપવામાં આવશે. જો મુદ્દામાલ ન મળે તો ઇન્સ્યુરન્સની ટર્મ પોલિસી મુજબ 90 દિવસમાં તેમને ગુરૂવારના બજારભાવ પ્રમાણે દાગીનાના રૂપિયા મળી જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો