તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat News Police Surround Siege With Ak 47 In Bulletproof Jacket Two Shooters Who Stabbed A Kotani Bhau Gang Gangster 074548

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુલેટપ્રુફ જેકેટમાં AK 47 સાથે પોલીસે ઘેરો ઘાલ્યો, કોટાની ભાનુ ગેંગના સૂત્રધારને રહેંસી નાંખનાર બે શૂટરો ઝડપાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર,સુરત | રાજસ્થાનના કોટામાં ચાલી રહેલી ગેંગવોરમાં ભાનુ ગેંગના સંચાલક એવા રણવીર ચૌધરીની ગોળી મારી હત્યા કરનારા બે શાર્પ શુટરોને નવસારી પોલીસે રાજસ્થાન અને સુરત પોલીસને સાથે રાખીને પાલનપુર પાટિયા પાસેથી પકડી પાડ્યા હતા. પકડાયેલા બંને શુટરો 20 દિવસ પહેલા રાજસ્થાનથી ભાગીને સુરત આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

નવસારી એલસીબીની બાતમીના આધારે પાલનપુર પાટિયા પાસે ઓપરેશન પાર પડાયું
ઝડપાયેલા બે આરોપીઓ.

રાજસ્થાનના કોટામાં શિવરાજ ગેંગ અને ભાનુ ગેંગ વચ્ચે વર્ષોથી વોર ચાલી રહ્યું છે. કોટા મહાવીરનગરમાં રહેતા ભાનુ મુખ્ય મનાતા રણવીર ચૌધરી તા.22મી ડિસેમ્બરના રોજ સાંજે સાડા છ વાગ્યાના અરસામાં શ્રીનાથપુરમ સ્ટેડિયમ પાસે હતા ત્યારે સ્કોર્પિયો તથા બાઇક ઉપર સવાર થઇને આવેલા શુટરોએ અંધાધુંધ ગોળીઓ વરસાવી તેની હત્યા કરી નાખી હતી. આ હત્યા કરનાર પૈકી શિવરાજ ગેંગના બે શુટરો પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલા શુભમ એપાર્ટમેન્ટમાં છુપાયા છે એવી બાતમી નવસારી એલસીબી પીએસઆઇ ક્રિર્તીપાલસિંહ પુવારને મળી હતી. બાતમીના આધારે નવસારી પોલીસ અને રાજસ્થાન પોલીસે સુરત પોલીસને સાથે રાખીને શુભમ એપાર્ટમેન્ટ ફ્લેટ નં. 201માં છાપો મારીને શુટર મોહમદ મન્સુર મોહમદ આલમ પઠાણ (રહે.વિજ્ઞાનનગર કોટા રાજસ્થાન) અને મોહમદ અનિશ ઉર્ફે ટિન્કુખાન મોહમદ ખલીલ પઠાણ (રહે, ખટીક નગર કોટા રાજસ્થાન)ને પકડી પાડ્યા હતા. પકડાયેલા મોહમદ મન્સુર અગાઉ રાજસ્થાનના ગુમાનપુરા અને અનંતપુરા પોલીસમાં મારામારીના ગુનામાં પકડાય ચૂક્યો છે.

લોકોને ઘરની બહાર ન નીકળવા જણાવાયું
શુભમ એપાર્ટમેન્ટમાં શુટર છુપાયાની બાતમી મળતા સવારે બુલેટપ્રુફ જેકેટ અને એકે 47 થી સજ્જ 30થી વધુ પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે સાવચેતીના ભાગરૂપે સ્થાનિકોને બહાર નહીં આવવા સુચના આપી હતી. ત્યારબાદ પોલીસે ઉપર જઇ જાળી ખખડાવી હતી. જોકે, પરિસ્થિતિ પામી ગયેલા શુટરોએ અડધા કલાક બાદ દરવાજો ખોલતા પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે શુટરોને મકાન ભાડે અપાવનારની પુછપરછ શરૂ કરી છે.

હત્યાના બીજા દિવસે રાત્રે સુરત આવ્યા હતા
તા.22મી ફેબ્રુ.ની સાંજે શુટરો મોહમદ અનિસ, મો.મન્સુરે અન્ય સાગરિતોએ રણવીર ચૌધરી પર ગોળીબાર કરી હત્યા કરી રાત્રિ દરમિયાન બંને શુટરો સુરત આવવા નીકળી ગયા હતા. અગાઉ ટિન્કુખાન સુરત આવ્યો હોવાથી તે પરિચીત હતો જેથી તેને આ શહેર સુરક્ષિત લાગતું હતું.

રણવીર ભાનુપ્રતાપ ગેંગનું સંચાલન કરતો હતો | વર્ષ 2011માં ભાનુપ્રતાપ પકડાતા તેને જેલ ટ્રાન્સફર કરતી વેળા શિવરાજ ગેંગે ગોળીબાર કર્યો હતો.જેમાં ભાનુ અને 3 પોલીસ માર્યા ગયા હતા.ત્યારથી ભાનુ ગેંગનું સંચાલન રણ‌વીર કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો