તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાપોદ્રા CNG પંપ પાસે બસચાલકે અડફેટે લેતાં પોલીસ ડ્રાઈવરનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત ઃ કાપોદ્રા સીએનજી પંપ પાસે એસટી બસના ચાલકે અડફેટમાં લેતા વરાછા પોલીસ મથકમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મચારીનું મોત નિપજ્યું હતું. મોટા વરાછા ખાતે રહેતા મનીષભાઈ વિનોદરાય પંડ્યા શહેર પોલીસમાં એમટી સેક્શનમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા. શુક્રવારે રાત્રે તેઓ તેમની ડ્યુટી પુરી કરી ઘરે પરત જવા માટે નિકળ્યા હતા. દરમિયાન કાપોદ્રા સીએનજી પંપ પાસે પુરપાટ ઝડપે દોડતી એસટી બસના ચાલકે તેમને પાછળથી અડફેટમાં લેતા તેમનું ઘટના સ્થળે જ અરેરાટી ભર્યુ મોત નિપજ્યું હતું. કાપોદ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...