મહિધરપુરામાં શ્વાનના કારણે મહિલા સાથેનો ઝઘડો પોલીસે સ્ટેશને પહોંચ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત| મહિધરપુરામાં મણીયારા શેરીમાં ગુરુવારે મોડીરાત્રે શ્વાન છૂટા મુકી દેવાને કારણે મહોલ્લાવાસીઓ અને મહિલા વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં મહિલાને માર મારતા મહિધરપુરા પોલીસ દોડી આવી હતી. આ ઘટનાને લઈને મહોલ્લાના કેટલાક યુવકોએ પોલીસ સાથે ઝપાઝપી કરી બે મોબાઇલ ફોન છીનવી લીધા હતા. મહિલા અને પાંજરામાં પાળેલા શ્વાનોને પોલીસ મહિધરપુરા પોલીસ સ્ટેશને લઈ આવી હતી. મહિધરપુરા પોલીસ સ્ટેશનની બહાર મહોલ્લાવાસીઓનું ટોળુ એકત્ર થયું હતું. આ બનાવની જાણ ધારાસભ્ય કાંતિ બલરને થતા તેઓ તાત્કાલિક પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા. પોલીસ લોકઅપ રૂમ પાસે પણ પોલીસ, મહોલ્લાવાસીઓ તેમજ મહિલા વચ્ચે ઝઘડાનું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતું. મોડી રાત સુધી કોઈ ગુનો નોંધાયો ન હતો.

અન્ય સમાચારો પણ છે...