વરાછામાં મહિલા સંચાલિત જુગારની ક્લબ પર પોલીસનો દરોડો, આઠ મહિલા પકડાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરાછાની ભરતનગર સોસાયટીમાં મહિલા સંચાલિત જુગારની ક્લબ પર પોલીસે છાપો માર્યો હતો. જ્યાંથી જુગાર રમતી 8 મહિલા ઝડપાઈ હતી.જેની પાસેથી રોકડા રૂ. 3,810 કબજે કર્યા હતા.

ભરતનગર સોસાયટીના એક મકાનના ત્રીજા માળે પતરાની રૂમમાં મહિલાઓ જુગાર રમતી હોવાની બાતમી મળતા વરાછા પોલીસની ટીમે ત્યાં દરોડો પાડ્યો હતો. જ્યાં ગીતા લખુ દેવીપૂજક રહેતી હોવાનું અને તે જ મહિલાઓ માટે જુગારની ક્લબ ચલાવતી હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે અહીં જુગાર રમી રહેલી ગીતા (ઉ.વ.30) ઉપરાંત હસુ હરેશ ગામી (ઉ.વ.50), કાંતા કીર્તિ મિસ્ત્રી (ઉ.વ.50), મનાષા ઠાકરશી કાનાણી (ઉ.વ.49), નિતા રાણુ રાઠોડ (ઉ.વ.40), મંજુ વલ્લભ ગજેરા (ઉ.વ.56), અરુણા ધીરુ નિમાવત (ઉ.વ.46) અને મધુ રમેશ મકવાણા (ઉ.વ.47)ને પોલીસે પકડી પાડી હતી. જેની પાસેથી રોકડા રૂ. 3.810 કબજે કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...