તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પીએનબી કૌભાંડ : ઈડીએ નીરવ મોદીની 148 કરોડની સંપત્તિ જપ્ત કરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી | ઈડીએ પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદી વિરુદ્ધ કાર્યવાહી કરતા તેની 147.72 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લીધી છે. જપ્ત સંપત્તિમાં ફાયરસ્ટાર ઈન્ટરનેશનલ પ્રાઈવેટની એસેટનો પણ સમાવેશ થાય છે. ઈડીએ આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કરી છે. મુંબઈ-સુરત સ્થિત નીરવ મોદી ગ્રૂપની માલિકીવાળી સ્થાવર-જંગમ મિલકતો, આઠ કાર, પ્લાન્ટ એન્ડ મશીનરી, જ્વેલરી કન્સાઈનમેન્ટ, પેઈન્ટિંગ્સ વગેરે પણ જપ્ત કરાઈ છે. આ પહેલા ઈડીના અધિકારી નીરવની દેશ-વિદેશમાં 1,725.36 કરોડ રૂ.ની સંપત્તિ જપ્ત કરી ચૂક્યા છે. નીરવ અને તેના મામા મેહુલ ચોક્સી પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો