તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પી.એમ. બાદ 18મીએ રાહુલ ગાંધી બાજીપુરામાં સભા કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | બે દિવસ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોનગઢમાં જાહેરસભા બાદ હવે આગામી 18 એપ્રિલના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની બારડોલી નજીક બાજીપુરા ખાતે જાહેર સભા યોજાનાર હોવાનું સુરત શહેર કોંગ્રેસના પ્રવક્તા કિરણ રાયકાએ જણાવ્યું હતું. બાજીપુરા વિસ્તાર બારડોલી લોકસભામાં આવે છે. બારડોલી લોકસભા બેઠક પર કોંગ્રેસના ડો.તુષાર ચૌધરી અને ભાજપના પ્રભુ વસાવા વચ્ચે આ વખતે કાંટાની ટક્કર થનાર છે. 2014માં 1.23 લાખ મતથી તુષાર ચૌધરી હારી ગયા હતા. ત્યારબાદ 2017ના વિધાનસભાની ચૂંટણીમાં બારડોલી લોકસભામાં આવતી વિધાનસભાની તમામ બેઠકો મળી કોંગ્રેસ માત્ર 25 હજાર મતથી જ પાછળ છે. જેથી આ બેઠક પર કોંગ્રેસ કબ્જો કરી શકે છે તેવી શક્યતા વચ્ચે જીત મેળવવા બંને પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. પી.એમ મોદીની સોનગઢમાં સભા બાદ હવે રાહુલ ગાંધી પણ બાજીપુરા સભા કરવા જઇ રહ્યા છે તે જ દર્શાવે છે કે કેવી રોમાચંક ચૂંટણી બારડોલી બેઠક પર સર્જાવાની છે. ઉલ્લેખનીય છે કે, શહેર-જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓની એક પછી એક જાહેર સભાઓ શરૂ થતાં છેલ્લા ઘણા સમયથી ચાલતો ચૂંટણીનો નિરસ માહોલ હવે જામવા લાગ્યો છે.

લોકસભા 2019
અન્ય સમાચારો પણ છે...