તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિલ્ડરે જમીનમાં ફેન્સિંગનું કામ કરાવતાં પ્લોટ-હોલ્ડરોની પોલીસ સાથે માથાકૂટ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરના સીંગણપોરની વિવાદિત જમીનમાં બિલ્ડરે ફેન્સિંગ કરવા માટે ચોકબજાર પોલીસ પાસે ઓન-પેમેન્ટ બંદોબસ્ત માંગ્યો હતો. જેથી ચોકબજાર પોલીસે શનિવારે બિલ્ડરને પોલીસ બંદોબસ્ત આપી ફેન્સિંગનું કામ શરૂ કરાવ્યું હતું. આ સમયે ત્યાં પ્લોટ-હોલ્ડરો તેમ જ મહિલાઓ દોડી આવ્યા હતા. જેથી પોલીસ સાથે પ્લોટ-હોલ્ડરોની વચ્ચે માથાકૂટ થઈ હતી. આ બાબત ઉચ્ચ પોલીસ અધિકારીના ધ્યાને આવતાં ફેન્સિંગનું કામ બંધ કરાવી દીધું હતું.

જોકે, આ કેસમાં પીઆઈ એસ.બી.શેખે ફેન્સિંગની વાત કરી તો ચોકબજાર પોલીસના પીએસઓ સ્ટેશન ડાયરીમાં નોંધેલી વિગત આધારે ડિમોલિશનની વાત કરી હતી. ત્યારે ખરેખર સાચું કોણ તે એક તપાસનો વિષય છે. જ્યારે ઝોન-2ના ડીસીપી બી. આર. પાંડોરને પૂછતાં તેઓ આ વાતથી અજાણ હોવાનું જણાવ્યું હતું અને માત્ર બિલ્ડરે ઓન-પેમેન્ટ બંદોબસ્તની માગણી કરી હતી તે બાબતનો ખ્યાલ છે એવું કહ્યું હતું. ખરેખર આ કેસમાં પોલીસ કમિશનર સતીશ શર્મા તેના વિશ્વાસુ અધિકારી પાસે તપાસ કરાવે તો સાચી હકીકતો બહાર આવી શકે તેમ છે. આ જમીન બિલ્ડરે મૂળ માલિક પાસેથી ખરીદી લીધી છે.

સીધી વાત

એસ.બી.શેખ, પીઆઈ-ચોકબજાર પોલીસ સ્ટેશન.

તમારા વિસ્તારમાં ડિમોલિશન હતુંω
-ડિમોલિશન ન હતું, ઓન-પેમેન્ટ બિલ્ડરે ફેન્સિંગ કરવા માટેનો બંદોબસ્ત માંગ્યો હતો, બિલ્ડર પાસે આ જમીનનો દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડની નકલો હતી.

કોર્ટની મંજૂરી હતી ω

-ના. જોકે, પ્રોપર્ટી બિલ્ડરની માલિકીની છે અને તેમણે ફેન્સિંગ કરવાનું હતું. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે તેમને બિલકુલ પોલીસ-પ્રોટેક્શન આપી શકાય છે.ફેન્સિંગનું કામ કેમ અટકાવી દીધુંω

-સામેવાળા પ્લોટ-હોલ્ડરોએ અમને કોર્ટ કમિશનની કોપી આપી અને અમને થોડો સમય આપવાનું કહેતાં અમે કામ મોકૂફ રખાવ્યું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો