તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat News Placing 45 Artificial Beads On 100 Trees In The Space Of 150 Times In The Back Of The House There Are Currently 200 Living 073513

ઘરની પાછળ 150 વારની જગ્યામાં 100 ઝાડ પર 45 કૃત્રિમ માળા મૂક્યા, હાલ 200 ચકલી કરે છે વસવાટ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચકલીઓ ખોરાકમાં અનાજના દાણા, ઘાસના બીજ, વૃક્ષોના ટેટા, ઈયળ, કીટકો, ફુદા અને રોજ બરોજનો ખોરાક અનાજના એઠવાડમાંથી મેળવી લે છે. આપણી બદલાતી જતી લાઈફ સ્ટાઈલને લીધે ચકલીઓને તેમના જીવનના દરેક તબક્કે ખોરાક, રહેઠાંણ અને સલામતી મળવાનું ઓછું થઈ ગયું છે. જેના કારણે ચકલીઓના અસ્તિત્વ પર ખતરો ઉભો થયો છે.


માળા માટેની જગ્યાઓ શહેરમાં નથી

150 વારમાં નાનું જંગલ બનાવવામાં આવ્યું છે. જેમાં નાના મોટા 100થી વધારે વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે. જેમાં લીમડો, પીપળો, વડલા જેવા ઘટાદાર વૃક્ષો ઉગાડાયા છે. આ વૃક્ષો પર 45 જેટલા કૃત્રિમ માળા મુકવામાં આવ્યા છે. આ 45 માળામાં હાલ 200 ચકલીઓ વસવાટ કરી રહી છે.


ચકલીઓ કેવી-કેવી જગ્યાઓ પર રહે છે તે માટે 1 વર્ષ રિસર્ચ પણ કર્યુ હતું

} ‘નાનપણથી જ ચકલીઓ સાથે સમય વીતાવતો હતો. શહેરમાં આવ્યા પછી મને ખૂબ ઓછી ચકલીઓ જોવા મળતી હતી. તપાસ કરતા ખબર પડી કે ચકલીઓ જંગલના ગીચ વિસ્તારમાં રહેવાનું વધારે પસંદ કરે છે. અને જ્યાં માણસની અવરજવર ઓછી હોય તેવી જગ્યા તેમને વધારે માફક આવે છે. એટલે મેં ચકલીઓ માટે ગાર્ડન બનાવવાનો વિચાર કર્યો હતો.’ -વિરલ રાઠોડ,

સિટી રિપોર્ટર . સુરત

વિશ્વભરમાં અને ખાસ કરીને ભારતમાં ચકલીઓ લૃપ્ત થવાને આરે છે. આ ચકલીઓને લૃપ્ત થવા દેવી એ પર્યાવરણને પણ પોષાય તેમ નથી. અને એટલે જ સુરતના એક યુવકે ચકલીઓ માટે ખાસ વાતાવરણ ઉભુ કર્યું છે અને વૃક્ષો વાવીને 45 જેટલા ચકલીઓના કૃત્રિમ માળાઓ બાંધ્યા છે. આ માળામાં દરરોજ 200થી વધુ ચકલીઓ આવીને રહે છે. 2010 થી લૃપ્ત થઈ રહેલી ચકલીઓને બચાવવા માટે ભારત સહિત સમગ્ર વિશ્વમાં 20 માર્ચને વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સિટી ભાસ્કરે ચકલીઓને બચાવવા માટે અનોખો સેવા યજ્ઞ કરતાં વિરલ રાઠોડ સાથે વાત કરી હતી. વાંચો સિટી ભાસ્કરનો સ્પેશિયલ રિપોર્ટ..!
અન્ય સમાચારો પણ છે...