તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળકીના પેટમાંથી વાળનો ગુચ્છો બહાર કાઢનાર તબીબને રેકોર્ડ બૂકમાં સ્થાન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરતની સીડ્સ હોસ્પિટલ તબીબ કેયુર ભટ્ટ કે જેઓ ગેસ્ટ્રો અને હિપેટો પેનક્રિઆટીક સર્જન છે. એમણે તાજેતરમાં જ એક બાળકીના પેટમાંથી વાળનો ગુચ્છો બહાર કાઢીને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. 14 વર્ષની બાળકી વિચિત્ર કહી શકાય તે તેવી રેપુંઝેલ સિન્ડ્રોમ ઓફ ટ્રાઈકોફેજિયાની બીમારી પીડાતી હતી. આ રોગથી પીડાતી બાળકી પોતાના જ વાળને ખાઈ જતી હતી. જેથી બાળકીના આંતરડા અને પેટમાં આ વાળનો ગુચ્છો જામી ગયો હતો. જેથી ડૉ. ભટ્ટે જટીલ સર્જરી કરી 4.9 મીટર લાંબા વાળના ગુચ્છાને બહાર કાઢી નવુ જીવન આપ્યું હતું. ડો.ભટ્ટની નોંધપાત્ર ઝડપી સફળ સર્જરીને ધ્યાનમાં રાખી તેમને એશિયાબુક ઓફ રેકોર્ડમાં ગ્રાન્ડ માસ્ટર ઓફ કમ્પલિટિંગ લેપ્રોસ્કોપિક ગોલ બ્લેડર સર્જરી (6 મિનિટ 39 સેકન્ડના) માટે સ્થાન અપાયું છે. સાથે જ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ રીમાર્કેબલ લેપ્રોસ્કોપીક ગોલ બ્લેડર સર્જરી માટે સ્થાન આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો