તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેડ-વરિયાવ બ્રિજ જમીન સંપાદન માટે સ્થળ નિરીક્ષણ કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | સુરત

વેડ-વરિયાવ ને જોડતાં સૂચિત તાપી નદી બ્રિજ માટે વરિયાવ તરફ 30,139 ચો.મી. જમીન મેળવવા માલિકોની સંમતિ નહી મળતાં પાલિકા ફરજિયાત સંપાદન કાયદા ની જોગવાઇ મુજબ કાર્યવાહી કરવા સરકારની મંજુરી માંગશે. ગુરુવારે સ્થાયી સમિતિએ સ્થળ નિરિક્ષણ કર્યા બાદ નિર્ણય લેવાનું નક્કી કર્યું છે. બ્રિજને લાગુ રસ્તા ને 36 મીટર પહોળા કરવા લાઇનદોરી બાબતે પણ આગામી દિવસોમાં નિર્ણય કરાશે તેથી દરખાસ્તને મુલતવી કરી દેવાઈ છે.

તાપીના આઉટલેટ્સ અને સુડા વિસ્તારમાંથી તાપી નદીમાં ભળતી વાલક ખાડી, ગઢપુર ખાડી તથા વરાછા ખાડી ને ડાયવર્ટ કરવા રૂપીયા 2.60 કરોડના ખર્ચે સ્લુઇસ ગેટ અને ડાયવર્ઝન વોલ નિર્માણ કરવા સ્થાયી એ ગ્રીન સિગ્નલ આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...