તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પીઠાવાલા સ્પોર્ટ્સ ક્લબનો 9 વિકેટે વિજય, સ્ટ્રાઇકર્સના 151/6 સામે પીઠાવાલા 152/1

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ‘વૈશાખી બાયોસ ટી-20’ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સોમવારે કૈલાશ સ્પોર્ટ્સ અને સુરત ઓલ સ્ટાર વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં સુરત ઓલ સ્ટારનો 55 રને વિજય થયો હતો. સુરત ઓલ સ્ટારની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓ‌વરમાં ફક્ત 119 રન કરી ઓલ આઉટ થઈ ગઈ હતી. ઓલ સ્ટાર તરફથી કોઈ પણ ખેલાડી લાંબી ઇનિંગ રમી શક્યો ન હતો. સતત પડી રહેલી વિકેટ વચ્ચે કરન પટેલે એક છોર પકડી રાખ્યો હતો અને 43 બોલમાં 67 રનની શાનદાર ઇનિંગ રમી હતી. કૈલાશ સ્પોર્ટ્સ તરફથી પાર્થ વાઘાણીએ 7 રન આપી 4 વિકેટ તેમજ ધર્મજ પટેલે 17 રન આપી 3 વિકેટ ઝડપી હતી. જવાબમાં કૈલાશ સ્પોર્ટ્સની ટીમ ફક્ત 64 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ધર્મજ પટેલે સર્વાધિક 28 રન કર્યાં હતાં. બોલિંગમાં સુરત ઓલ સ્ટાર તરફથી પાર્થ પટેલે 12 રન આપી 3, વસીમ મલેકએ 6 રન આપી ર અને સંજય શુક્લાએ 7 રન આપી 2 વિકેટ ઝડપી હતી. મેન ઓફ ધ મેચ કરન પટેલને જાહેર કરાયો હતો.

બીજી મેચ પીઠાવાલા સ્પોર્ટ્સ ક્લબ અને ગુલશન સ્ટ્રાઇકર વચ્ચે રમાઈ હતી, જેમાં પીઠાવાલા સ્પોર્ટ્સ ક્લબનો 9 વિકેટે વિજય થયો હતો. ફ્લડ લાઇટમાં રમાયેલી આ મેચમાં ગુલશન સ્ટ્રાઇકર્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓ‌વરમાં 6 વિકેટના નુકસાન પર 151 રન કર્યાં હતાં જેમાં નિલેશ પટેલે 66 બોલમાં 100 રન કર્યાં હતાં. નિલેશને બાદ કરતા બીજો કોઈપણ ખેલાડી સારી ઇનિંગ રમી શક્યો ન હતો જેથી ટીમ ફક્ત 151 રન જ કરી શકી હતી. બોલિંગમાં પીઠાવાલા સ્પોર્ટ્સ ક્લબ તરફથી હેમાંગ પટેલે 30 રન આપી 2 વિકેટ તેમજ જય દેસાઈએ 7 રન આપી 1 વિકેટ ઝડપી હતી. જવાબમાં પીઠાવાલા સ્પોર્ટ્સ ક્લબે આ ટાર્ગેટ 1 વિકેટ ગુમાવીને પૂરો કરી લીધો હતો. પીઠાવાલા સ્પોર્ટ્સ ક્લબ તરફથી કથન પટેલે 54 બોલમાં 75 અને જય દેસાઈએ 51 રન કર્યાં હતાં. ગુલશન સ્ટ્રાઇકર્સ તરફથી યશ ગરધરિયાએ 24 રન આપી 1 વિકેટ ઝડપી હતી. શાનદાર સેંચુરી કરનાર નિલેશ પટેલને મેન ઓફ ધ મેચ યોજાયો હતો. આવતી કાલે પણ 2 મેચ રમાશે. મેચ જોવા માટે કોઈપણ પ્રકારની ફી નથી.

અન્ય સમાચારો પણ છે...