તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફિઝિક્સની વિદ્યાર્થિનીએ ફ્યુલલેસ એન્જિનની શોધ કરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિટી રિપોર્ટર citybhaskarsurat@gmail.com

સુરતની વિદ્યાર્થિનીએ ફ્યુલલેસ એન્જિનની શોધ કરી છે, જેની પેટન્ટ પણ મળી છે. વિર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં 50મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં ફ્યુલેસ એન્જિનની શોધ કરનાર ડો.તેજલ રાવલને હરી ઓમ આશ્રમ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એવોર્ડ આપીને યુનિવર્સિટીએ સન્માન કર્યુ હતું. યુનિવર્સિટીમાં પેટન્ટ મેળવનાર બીજી વિદ્યાર્થી બની છે.

પદવીદાન સમારોહમાં 10444 વિદ્યાર્થીઓને એક સાથે ડિગ્રી આપવામાં આવી હતી. જ્યારે 81 વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યા હતાં. કાર્યક્રમમાં રાજ્યપાલ ઓ.પી કોહલી ઉપસ્થિત રહ્યા હતાં.

સંશોધન કરતાં મને 8 વર્ષનો સમય લાગ્યો
આ ફ્યુલ લેસ એન્જીનથી ઓટોમોબાઇલ ક્ષેત્રને એક નવી દિશા મળશે, જેમાં ગાડી, બાઇક અને ટ્રક માટેના એન્જિન બનાવી શકાય છે. રિસર્ચ માટે મુંબઈ, ચેન્નાઈ, અમદાવાદ ગઈ હતી. 8 વર્ષની મહેનત પછી આ એન્જિન બન્યુ હતું.

પિસ્ટનની ગરમી ઉર્જામાં રૂપાાંતરિત થશે
એન્જિન બનાવવા માટે મેં નિકલ અને ટાઈટેનિયમ ધાતુને મિક્સ કરી ‘નીટીનોલ’ ધાતુ બનાવી હતી. આ ધાતુનાં ઉપયોગથી ‘સ્ટાર મેન્યુપ્લેટ ફ્યુલ લેસ એસએમએ એન્જીન’ બનાવ્યું હતું. આ એન્જિન બેટરી અને નીટીનોલથી ચાલશે.જેમાં પાંચ સ્ટાર શેપડ મેમરી મેન્યુપ્લેટર અને થર્મો ઈલેક્ટ્રીક જનરેટર અને પીસ્ટન લગાવવામાં આવ્યા છે. જેમાં પીસ્ટનની જેમ મેન્યુપ્લેટર ઉપર નીચે થશે. જેમાંથી ગરમી ઉત્પન્ન થશે અને એ થર્મો ઈલેકટ્રોનિક જનરેટરમાં ઈલેક્ટ્રીસિટીમાં કન્વર્ટ થઈ બેટરીમાં જશે અને એમાં સ્ટોર થશે. જે રીસ્ટોર થશે એમાંથી ફરી વિજળી ઉત્પન્ન થવાની પ્રક્રિયા સતત ચાલું રહેશે.

5 દાયકામાં યુનિવર્સિટના નામે માત્ર બે પેટન્ટ
યુનિવર્સિટના પાંચ દાયકાની સફરમાં અપવાદરૂપ કહી શકાય એટલી એવી અત્યાર સુધીમાં એક જ પેટન્ટ રજિસ્ટર થઈ છે. જેમાં પ્રથમ ક્રમે પણ ભૌતિક શાસ્ત્ર વિભાગની વિદ્યાર્થિની કિરણ રાઠોડે કરાવી હતી. એમણે ઝિંક થાયોરિયા સલ્ફેટ’ પર સંશોધન કરીને પેટન્ટ રજિસ્ટર કરાવી હતી. જ્યારે ડો. તેજલે બીજી પેટન્ટ રજીસ્ટર કરાવી છે. 5 દાયકાની સફરમાં બે જ પેટન્ટ નર્મદ યુનિવર્સિટીના નામે થઈ છે. જોગાનુજોગ ભૌતિકશાસ્ત્રના નામે છે અને બંનેનું સંશોધન પ્રાધ્યાપક ડો.ઈશ્વર પટેલના માર્ગદર્શન હેઠળ થયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો