તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Ph.d. અને M.Phil. એન્ટ્રન્સની તારીખના હજી કોઈ ઠેકાણા નથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં માત્ર પોતાના માનિતાઓને કમિટીઓમાં ગોઠવવા માટેની રાજકારણમાં રચ્યા પચ્યા રહેતા યુનિવર્સિટીના સત્તાધીશો અને કુલપતિને સંશોધન અભ્યાસ માટેના પીએચ.ડી. અને એમ.ફીલ.માં અભ્યાસ કરવા માટે ઇચ્છા વિદ્યાર્થીઓના હીતની કોઇ પરવાહ કરવામાં આવતી ન હોય તેમ 2018નું વર્ષ પૂર્ણ થયું. હજી પ્રવેશ પરીક્ષાની જાહેરાત નહીં કરતા વિદ્યાર્થીઓને અન્ય યુનિ.માં તરફ જઇ રહ્યા છે.

નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.માં પીએચ.ડી.,એમ.ફીલ. સંશોધન અભ્યાસ વર્ષ 2018માં પ્રવેશ ફોર્મ ભરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. 30મી ઓક્ટો. સુધીમાં પ્રવેશ ફોર્મ ભરી દેવાના હતા.જોકે તહેવારોને ધ્યાને લઇને આ તારીખ લંબાવાઇ હતી. પીએચ.ડી.ના પ્રવેશ ફોમ વેરિફીકેશન 19મી નવેમ્બર સુધી રાખી હતી. આ વેરિફીકેશનની કામગીરી પૂર્ણ થયાને દોઢ મહિનાથી વધુ સમય થઇ ગયો છતાં પ્રવેશ પરીક્ષાની તારીખ જાહેર કરાઈ નથી. યુનિવર્સિટીના સત્તાધિશોની લાલીયાવાડીના કારણે દોઢ હજારથી વધુ વિદ્યાર્થીઓ અવઢવમાં મૂકાયા છે. આ વિદ્યાર્થીઓના એક વર્ષ જેટલા સમય વ્યર્થ જાય તેવી પરિસ્થિતિ ઊભી થઇ છે. આંતરિક રાજકારણમાં રચ્યા રહેતા સત્તાધિશો પીએચ.ડી. જેવા મહત્ત્વના અભ્યાસ અંગે મંદગતિએ કામગીરી કરી રહ્યા હોવાનું જણાય આવે છે. અત્રે ઉલ્લેખનિય છેકે, નોમ્સ મુજબ પીએચ.ડી., એમ. ફીલ. કરવા ઇચ્છા વિદ્યાર્થીઓ માટે વર્ષમાં 2 વખત પ્રવેશ પરીક્ષા લેવાની હોય છે. પરંતુ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી જાણે એક વખત પરીક્ષા લેવામાં જ હાંફી ગઇ હોય તેમ ગુપ્ત રાહે કામગીરી ચાલી રહી છે તેવું રટણ કરી રહી છે. જ્યારે અન્ય યુનિવર્સિટીએ પીએચ.ડી. માટેનીબીજી વખત પ્રવેશ પરીક્ષા માટેની જાહેરાત બહાર પાડી દીધી છે.

લાંબી પ્રક્રિયા છે આ મહિને જાહેરાત થઇ જશે
આ અંગે કુલપતિના ફોન પર સંપર્ક કરવામાં આવ્યો હતા. તેમના સ્થાને સેનેટ સભ્ય મયુર ચૌહાણે જણાવ્યું હતું કે, પ્રવેશ પરીક્ષાની પ્રક્રિયા લાંબી છે. અગાઉ પણ બે વર્ષમાં સમય અંતરાયે પરીક્ષા લેવામાં આવી હતી. આ વખતે એક પરીક્ષા લેવામાં આવી છે. જ્યારે જાન્યુઆરીના અંત સુધીમાં પરીક્ષા લેવાય તેવી કાર્યવાહી ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...